મને સંસ્કૃત નથી આવડતું.

Vipul Vyas – इति दम्भम आस्ति, एतद विश्वास न करोति !

AKHIL sutaria – @ Vipul – મને સંસ્કૃત નથી આવડતું.

Vipul Vyas – ‎(હવે શુદ્ધ ગુજરાતી માં)

શું તમને નથી લાગતું કે આ કર્મ ના સિદ્ધાંત ની વિરૃધ છે ? માત્ર વિજ્પત્ર (ઈમૈલ) વાંચવા માટે કોણ પાગલ આપણને પૈસા આપે ? એમાં તેઓ નો શું ફાયદો ?
સાચો વૈશ્ય(વેપારી) તથા વિચક્ષણ પુરુષ આવી લોભામણી પ્રયુક્તિઓથી પ્રલોભીત થતો… નથી. આવી લોભામણી પ્રયુક્તિઓ થાકી તેઓ તમારી વૈયક્તિક(personal) માહિતી એકત્ર કરે છે અને તેને બીજી કંપનીઓને વેચી મારે છે.

આવી પ્રવૃતિમાં તમે તેઓ માટે નથી તમારી બોદ્ધિક શક્તિનો ઉપયોગ કરતા કે પછી ન તો તમે તેઓ ના કે અન્યના ઉત્પાદ (Product) ઉપભોક્તા સુધી પહોંચાડતા.

જોકે કેટલાક લોકોને હુંડીઓ (Cheques) પ્રાપ્ત થયા છે. પણ તે મને સમજાતું નથી.કવચિત તેઓ કામારી માહિતી એકત્ર કરેછે આથવા તો તઓ તેઓના અંતરજાલ સ્થળ (website) નો પત્રક્રમાંક (Page rank,Mostly by google , every company dies for higher pagerank. web site having higher pag rank is considered to be costly. !!! and could be sold in million or billion bucks ).. (ઉપરોક્ત વિચારો મારા પોતાન વ્યક્તિગત વિચારો છે. જે સત્ય હોવા જરૂરી નથી. છતાં અન્ય વર્તાપત્ર વાંચકો (Blog readers) ને પોતાના વિચારો વ્યક્ત કરવા મારું વિનમ્ર ઇજન છે.)

AKHIL sutaria –

માફ કરજો , ગુજરાતી ભાષા વાપરવાની મારી ક્ષમતા આપના જેટલી નથી પણ વર્તમાન ભેળસેળીયા વાતાવરણમાં આ શરીરને કશુંય વધારે પડતું શુધ્ધ મળી જાય તો મુશ્કેલી અનૂભવે છે. અમે તો ડાલડા ખાઇને મોટા થયા છીએ.

હવે મુદ્દાની વાત … સાચું. ખોટું કે સારૂં ખરાબ માપવાના જો કોઇ હોય તો સર્વ સ્વીકૃત માપ દંડ હોવાની મને જાણ નથી. 54 વરસની જીન્દગીમાં ઘણં ભણ્યા અને થોડું ગણ્યાથી એટલું સમજાયું કે કદી કોઇને કશું સમજાવી ના શકાય. કે કોઇની માન્યતા બદલાવી ના શકાય. સંસારમાં એક બાજૂ સંત, ફકીરો કે સાધૂઓ હોય તો બીજી બાજૂએ ધૂતારા અને લુંટારા પણ હોવાના જ. એક બાજૂ શિક્ષિત, ડાહ્યા અને હોંશિયાર લોકો હોય તો બીજી બાજૂ અભણ, ગાંડા અને ગમાર પણ હોવાના જ. ધંધો કરનાર ઘણું ખરૂ જાણતો જ હોય કે એ પોતાના ગ્રાહકને કેટલો બેવકૂફ બનાવે છે. મારા તદ્દન અંગત મત પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ વત્તાઓછા અંશે બેવકૂફ બનતો જ હોય છે અથવા જો બનાવતો હોય. ….. તો પરિણામે એ વિષયમાં તે નિપૂણતા કેળવવા માંડે. પછી તેનો ધંધો પૂરપાટ ચાલતો, દોડતો કે ઉડતો થઇ જાય. એમ કરીને તે લાખો … કરોડો કે અબજો કમાઇ લે તો તે તેની આવડત કહેવાય અને તે તેના થયેલા નફાનો કેવો ઉપયોગ કરવો તે બાબતે સ્વતંત્ર છે.

હવે વાત કરીએ ગ્રાહકની … તે તો બચ્ચારો આજની મોંઘવારીનો સામનો કરવા મફ્તમાં બે મળતું હોય તેવું જ શોધેને ? સરકારી, અર્ધસરકારી કે બીન સરકારી નોકરી કરનારને તેની મહેનતના પ્રમાણમાં મળતા પગારથી સંતોષ હોય એવો એક પણ વ્યક્તિ ભારતમાં કે ગુજરાતમાં મળે ખરો ?? છઠ્ઠા પગારપંચનો પગાર મેળવતા લોકોને પણ કામ બોજા જેવું લાગે છે. નોકરી કરનારને ધંધાવાળા લૂંટે .. ધંધાવાળાને સરકાર લૂંટે … સરકારને રાજા અને કલમાડી લૂંટે …

તો વિશ્વ આખાને એક તાંતણે જોડતી આ ઇન્ટરનેટની ટેકનોલોજી પર પણ અકલપ્ય વિકાસ થયો હોવા છતાં ઇર્ષાની ભાવના ઘર કરી ગઇ છે એટલે … કોઇ પણ પ્રોડક્ટ મને કેટલી ઉપયોગી થાય છે ને બદલે મને વેચવાથી વેપારીને કેટલો ફાયદો થશે ની ગણત્રી ચાલૂ થઇ જાય છે. મારી અડોશ પાડોશમાં એવા ઘણા ઘણા લોકોને હું ઘણી વાર સહન કરી ચૂક્યો છું કે જેમને મારા પગાર કે આવક વધારાની ચિંતા મારા કરતાં વધારે હોય.

મારો તો સાદો સરળ મને સમજાયો છે તે એક રસ્તો છે .. કે મારી માહિતી વેચીને ભલેને કોઇ કરોડપતિ થાય. પણ મને તે સો .. બસ્સો … ત્રણસો તો આપે છે ને ?? અને આમેય અહિ ફેસબુક પર અમથા અમથા રોજના બે ચાર કલાક કાઢી નાખતા હોઇએ તો ….. બાર પંદર સાઇટ જોવાના પૈસા કમાવા તીર છોડવામાં વાંધો શું ?? લાગ્યું તો તીર …. નહિ તો તુક્કો !! ચોખ્ખીને ચટ વાત છે. મુરખ બનાવનારાઓની વચ્ચે રહીને જ બે પૈસા મનગમતી પ્રવૃત્તિ માટે કોક પાસે દાન માગવા કરતાં તો આવી રીતે મેળવી લેવાનું ( જો મળે તો ) વધારે યોગ્ય લાગે છે.

આડવાત – ત્રણ સાબૂ પર એક મફત કે, 250ની કિંમતના 5 શર્ટ ફક્ત 1000માં …વગેરે જેવી જાહેરાતો કોણ કોને માટે આપે છે ?

મને તો લાગે છે કે વધારે ભણેલા ( કે ડાહ્યા )ને વધારે સરળતાથી છેતરવાની મજા વેપારીઓ લેતા હોય છે. ગામડીયા કે ગમાર લાગતાને શું લૂંટવો જેવો વીચાર એ વેપારીને આવે તે જ એ વાતની સાબિતી છે કે, ‘કોક’ તે ગામડીયાનો વીચાર કરનારૂં છે.

હું પણ મારા ભણતરને ભૂલી જઇને નવેસરથી જીવનના પાઠ વીસરી જઇ પ્રકૃતિ સાથે પ્રકૃતિના ભરોસે જીવવાની પા પા પગલી પાડતાં શીખું છું.

બાળકો સાથે બાળક જેવા થવાનું કેટલું અઘરૂં છે કે યુવાનો સાથે યુવાન બનવું એટલે શું કે વડિલોની વાતનો મર્મ સમજવા કાન કરતાં વિશેષ આંખ અને સ્પર્ષ મહત્વની ભૂમિકા ભજવે છે. .. સમય હોય .. અનૂકૂળતા હોય તો ..મારી વેબસાઇટ http://www.akhiltv.com/ ની મુલાકાત લેજો.

Source : http://www.facebook.com/video/video.php?v=10150090862786472&comments#!/photo.php?fbid=10150091537106472&set=a.413954761471.193976.701851471&theater

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.