મેં મને પૂછયું,
શું જોઇએ છે ?
ના રે, મારે કશું ય જોઇતું નથી,
પણ કશુંય જોઇતું હોય તો કહી દેજે.
કહેવા માટે ય શબ્દો જોઇતા નથી;
ને સાંભળવા માટે હવે કાન પણ નથી જોઇતા.
મુંગાનું મૌન વાંચી લઇશ,
અરે, મૌન વાંચવાય આંખ તો જોઇશે જ ને ?
જાઓને, યાર, કેમ સતાવો છો …
હવે તો આંખેય નથી જોઇતી,
અત્યારે તો અંધારા મારા દોસ્ત છે,
વર્તમાનના વાયરા મારા સાથી છે.
વરતારો .. મને સ્પર્શે અને શ્વાસમાં આવે
આવનારા સમયની .. સુગંધ કે દુર્ગંધ
જાવને યાર, નાકેય નથી જોઇતું.
..
હવે તો મને હું ય નથી જોઇતો.
બોલો મને લઇ જવો છે, મારી પાસેથી ?
લો! તમને અમે લઈ લીધા!
પણ અમારી પાસે આવવું પડશે – તમારા ખર્ચે અને જોખમે.
અમદાવાદી મુઓ છું ને?!
પ્રિય અખિલભાઈ
તમારી સાથે ગુગલ પર વાત થયા પછી મેં તમારો બ્લોગ જોયો. મેં તમને જણાવ્યું તે પ્રમાણે આ એક સુંદર કાવ્ય છે. મેં બીજી વખત વાંચીને માણ્યું. તો જયારે પ્રેરણા થાય ત્યારે પંક્તિઓનું સર્જન કરજો ને અમને સૌને તમારા વિચાર દર્શનનો લાભ આપજો.
રોહિતની યાદ