સુરેશભાઇને ત્યાં …. સૌથી લાં …………. ………..બી કોમેન્ટ.

મારા સેલફોનને હવે રણકતા રહેવાની ટેવ પડવા લાગી છે … નોકીયાવાળા આમેય કહે જ છે ને કે … કનેક્ટીંગ પીપલ !!!

http://gadyasoor.wordpress.com/2011/03/30/bearded_jogi/

ત્રણ દિવસથી માર્ગદર્શનના ટૂંકા પ્રવાસ પર હતા. દિવસે કાર્યક્રમ દરમ્યાન મારો સેલફોન સાયલન્ટ પર હોય અને સાંજે મીસકોલનું લીસ્ટ જોતાં ખ્યાલ આવે કે કોણે અને કેમ યાદ કર્યા !!

જાણીતા કરતાં વધારે અજાણ્યા નંબરો હવે જોવા મળતા થયા છે. એમાંય પરમ દિવસે તો સાંજે એક ફિલ્મ શો પૂરો થયોને .. જેવો સેલફોન રીંગ પર લીધો કે તરત જ બૂમ પાડી ઉઠયો … સુરેશભાઇ છેક અમ્મેરીકાથી બોલાવે છે !!!

બસ, ફોન રીસીવ કરીને હેલો બોલું છું તે પહેલા તો ત્રણ સેકન્ડમાં તેમની સાથે ગાળેલા તેંત્રીસ કલાકની ગમ્મત ફ્લેશ થઇ ગઇ … અને મને સીધો સવાલ પૂછાયો .. ક્યાં છો, ઘરે કે બાળકોની વચ્ચે ? .. ઓળખાણ પડી ? આજે તો તમને છાપરે ચડાવ્યા છે !!! ….

મેં એવી તો મોટેથી બૂમ પાડી …. ઓ….. હો….. સુરેશદાદા …….. મેઇલ બેઇલ કરવાને બદલે સીધો ફોન જ ઠપકારી દીધો ? …. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તૃપ્તિ બહારના રૂમમાંથી દોડી આવી. કોઇ દિવસ નહિને આજે કેમ આટલા ઊંચા કે માટા અવાજે કોની સાથે ? .. મેં હળવેથી કહી દીધું કે સામે કોણ છે.

પરાણે વહાલા લાગે તેવા બાળકો વચ્ચે જીવન જીવવાની મજા મળતી થઇ છે ત્યારે હવે તો બાળકો જેવી વૃત્તિવાળા વહાલા થઇ પડેલા વડિલોની સંખ્યા પણ વધવા લાગી છે. તેમાના એક વલીભાઇ સાથે .. સુરેશભાઇએ … જોડાણ કરી આપ્યું તો એ બંદાએ તો બરાબરનું અમારું બીડાણ કરી કાણોદર વત્તા પાલનપૂરની શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શનના કાર્યક્રમોના આયોજન કરવાની યોજના યે બનાવી લીધી.

સુરેશભાઇના આવવાના સમાચાર મળતાંની સાથે જ મેં આયોજન કરી રાખ્યું હતું. તેઓ અમારે ત્યાં આવ્યા …. રહ્યા … ફર્યા … અને … ગયા. માણવા જેવો સમય કદાચ હંમેશા ખૂબ ઝડપથી જ પસાર થઇ જતો હોય છે એટલે જ તેને ફરી ફરીને યાદ કરવાનું કે વાગોળવાનું મન થતું હશે.

હું રહ્યો ફિલ્લમ બનાવનાર કે વાતો કરનારો … સાદો સીધો હવે ભણતરે ભોટ એવો એન્જીનિયર અને ગણતરે ગુજરાતના ગામડે ગામડે ખૂબ વહાલી એવી મારી ઘરવાળી સાથે હરતો ફરતો જીવ …. તમારા સૌ જેવા નીવડેલા બ્લોગરો પાસેથી લેખનની પાપા પગલી કરતાં શીખી રહ્યો છું.

છેલ્લા કેટલાક વર્ષોથી બ્લોગ જગતમાં જવલ્લે જ મેં કોમેન્ટસ લખી છે … મેં લખેલી આ કોમેન્ટ અત્યાર સુધીની મારી લખેલ તમામ કોમેન્ટની તુલનામાં સૌથી લાંબી હોય એવું મને લાગે છે.

કદાચ એ જ અપેક્ષાએ કે ….. ભલે ને અમદાવાદીઓ કોઇને કંઇ ના આપતા હોય પણ તમે અમેરીકા હો કે અમદાવાદ, તૃપ્તિ અને મને આમ જ અંતરના ઊંડાણમાંથી સદાય સ્નેહ સભર આશિર્વાદ …. આપતા જ રહેજો.

બબ્બે વડીલો … મારી દાઢીની દાઢી છોલવાનો ઇરાદો જાહેર કરતાં હોય તો .. એટલું તો જરૂર કહીશ કે, લોકો હવે ‘અખિલ’ભાઇને ‘અખિલ’દાઢી તરીકે વધારે સારી રીતે ઓળખે છે.

– મુ. અરવિંદભાઇ, તૃપ્તિનો સાથ આપોઆપ મળવા લાગ્યો એટલે જ અમને બન્નેને આવી રીતે અમારું ગમતું કામ કર્યે જવાની મજામાં વધારે તો મોજ પડે છે.

– મુ. પ્રજ્ઞાજુ, તમારા કોમ્પયુટર સાથે જરા દોસ્તી કરાવી દો જેથી મારી ટપાલ સ્પામમાં મૂકવાને બદલે હવેથી ઇનબોક્સમાં મૂકે.

– મુ. ડો. મૌલિકભાઇ, માર્ગદર્શકને ય માર્ગદર્શનની જરૂર તો ખરી જ ને ?

– મુ. મુર્તઝાભાઇ, અમારી પાસે તો બસ સમય જ સમય છે …. જેટલો માંગશો એટલો મળશે …. બસ, એક જ શરત બસો – પાંચસો બાળકોને ય ભેગા રાખજો. (સંખ્યામાં ફેરફાર કરવાની છૂટ છે )

– મુ. મેકસૌલ MechSoul (જીતેશભાઇ), મીકેનીકલ સૌલ તો હોઇ જ ન શકે … પણ બધા સૌલ મીકેનીકલ ના થઇ જાય એટલે જ અમે અમારી મસ્તીથી તમારા જેવા મિત્રોની શુભેચ્છાઓથી ઉભરાતા રહેવા સતત પ્રયત્ન કરતા રહીએ છીએ.

– સુરેશભાઇ, તમે ગુગલી બોલિંગની વાત કરો છો ? હજુ ગઇકાલે મોહાલીની મેચ મન ભરીને માણી અને હવે મુંબઇની ફાઇનલ માટે તૈયાર થઇ ગયા છીએ …

અને મારા આગ્રહ પછી તૃપ્તિએ પણ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું છે કે,
.
.
.
.
.
.
.
.
.
.
.
.

લ્યો, હવે મારે આમાં શું ઉમેરવાનુ ? બધુ તો લખી નાખ્યું છે !!! …… પણ સૌને સાદર પ્રણામ કહી દેજો.

અને છેલ્લે …. દાઢીવાળો જોગી હોય કે દાઢીવાળો સંસારી …. દાઢી તો રહેવાની જ….. એ વાત તો તમે જ નક્કી કરી આપીને ?

અને હા આ વાતને સમર્થન આપી મારી દાઢી બચાવી આપવા બદલ

વલીભાઇને વચન કે ટુંક સમયમાં સરપ્રાઇઝ માટે તૈયાર રહેજો

અને

મુર્તઝાભાઇને ખાસ ઓફર … વિગત તો જયારે ભારત આવો ત્યારે જ જણાવીશ. … થોડૂ તો સસ્પેન્સ રાખતાં હવે હું યે નેટ વેપારમાંથી શીખ્યો છું.

અસ્તુ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to સુરેશભાઇને ત્યાં …. સૌથી લાં …………. ………..બી કોમેન્ટ.

  1. અખિલભાઈ, આ લાંઆઆઆઆઆઆઆઆઆબી વાંચ્યા પછી આટલાં જોરથી હું હસી રહ્યો છું…તો મારી રશીદા મને પૂછે છે ” શું થયું?”- હું એને શું જવાબ આપું?

  2. Arvind Adalja કહે છે:

    શું લખવું ? આપે એવી સરસ કોમેન્ટ લખી છે કે કંઈ ઉમેરવાનું દિલ કે મન થતું નથી. આભાર આપ બંનેનો !

    • અરવીન્દભાઇ, એક એક શબ્દ વાક્ય બનીને ગોઠવાતો ગયો … લખતાં લખતાં લખાઇ ગયું … તમે કહો છો કે સરસ … તો મને સ્વાભાવિક છે કે આનંદ થાય … આ તો બસ, કોકને આનંદિત કરવામાં અમારા તન, મન કે ધન .. ઉપરાંત સમય અને શક્તિ વપરાય તો મોજ વધી જાય. આ‘ભાર’ને બદલે આશિર્વાદ આપોને .. !!

ટિપ્પણીઓ બંધ છે.