જીન્દગી

‎..

..

જો કહેવું જ હોય તો કહેવાયા કરશે ……

અને કરવું હોય તો …. બસ, એક ઘાને બે કટકા …

પ્રત્યેક તહેવારના વહેવાર સાચવવાથી શરૂ કરો … તો ય ચાલવાનો થાક નહિ લાગે … આનંદ આવવો શરૂ થઇ જશે.

દિવાળી સાસરીયાઓ સાથે અને હોળી પીયરીયાઓ સાથે જ ઉજવવાનો સંકલ્પ બનાવી લ્યો તો ઓફિસ નહિ નડે.

કંકોતરી મળે ને પ્રસંગે ન જવાય તો નોપ્રોબલેમ … પણ કોકના અવસાને પ્રસંગે સૌ કરતાં પ્રથમ પહોંચવાની અને છેવટ સુધી સાથ આપવાનું કામ અવશ્ય કરજો.

જમતી વખતે જો જો કે તમે કેટલી રોટલી કેટલા શાક સાથે કેવી થાળીમાં જમો છો …. અને એ માટે પાંચઆંકડાના પગારનો મોહ જો છોડી ના શકાય તો ઓછો તો જરૂર થઇ જશે.

પત્નિ સાથે ફોન પર વાત કરવી પડતી હોય એના જેવો કમનસીબી કઇ ?

અને ન ગમતા બોસ સાથે માત્ર પાંચ આંકડાના પગારને કારણે નિભાવ્યે જવાને બદલે રાજીનામું આપીને તુ નહિ તો કોઇ ઓર સહિ … ના કરાય ?

કોઇના ઘેર ના જવાય તો નોપ્રોબલેમ …………… દર સપ્તાહે રવિવારે બહાર હોટલોમાં ભટકવાને બદલે ભરચક એડ્રેસ બુકમાંના કોઇકને

ઘેર બોલાવી ટીવી બંધ રાખીને સાથે ભોજન ના લઇ શકાય?

‎…… આટલું કર્યાથી જીવનમાં મોજ ના પડે તો કહેજો ….

અરે દોસ્ત, બધી મેડીકલ લીવ લેપ્સ કરવાનો વારો આવે એવી તંદુરસ્ત તબિયત રહેશે … !!

આ બધું ય………………..મેં કરેલા અને મને થયેલા અનુભવમાંથી સૌને માટે ..

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.