Margdarshan Gujarat Yatra – II
( Banaskantha and Kutchh ) : 01.05.2011 – 31.07.2011
કોલેજમાં ભણતા યુવાનોના ભવિષ્યની ચિંતા જે આચાર્યને સતાવતી હોય તેમને માટે ….
( છઠ્ઠા પગારપંચનો પગાર ખાઇ નસકોરા બોલાવતી નીંદર ખેચનારાઓને મારે કાંઇ કહેવાનુ નથી )
ફ્યુચર ઓફ ઇન્ડીયા / Transforming the Nation
આધૂનિક પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલ અને મલ્ટીમીડીયા તેમજ પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ આધારીત આ એવો નિ:શુલ્ક કાર્યક્રમ છે કે જે દ્વારા કોલેજમાં ભણતા યુવાનોનું એવી યુવાશક્તિમાં રૂપાંતર થાય કે જેમના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્નાનું સંવર્ધન થાય જેથી ભવિષ્યના ભારતને વર્તમાનની તુલનામાં વધુ સુવ્યવસ્થિત, સલામત, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવી શકાય.
ફ્યુચર ઓફ ઇન્ડીયા / Transforming the Nation
પ્રગતિ માટે પ્રેરણા અને પ્રશિક્ષણ દ્વારા પરિવર્તનશીલ બનવું હવે અનિવાર્ય છે.
ભારત આપણો દેશ છે. ભારતના ભવિષ્યનો આધાર આપણી આજની વિચારધારા અને વર્તમાન વ્યવસ્થા પર છે.
ભૂતકાળના પ્રસંગો અને અનુભવોને આધારે આજની વણસતી જતી પરિસ્થિતિને જો અંકૂશમાં લેવાનું કામ આપણે આજે નહિ કરીએ તો પ્રગતિને આડે આવતા અવરોધો નીચે કચડાઇ જશું. વિકાસશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે તમામ અવરોધો અને ભ્રષ્ટ વ્યવસ્થાને પણ દુરસ્ત કરવાની છે.
કાર્યક્રમની રૂપરેખા.
મુખ્ય મુદ્દાઓ –
First Aid Health Safety
Security Economics Finance
Civic Sense Human Rights Public Services
Politics eCommerce Industries
ચર્ચા, ચિંતન અને અમલીકરણ –
- માનવ જીવનના મૂળભૂત મૂલ્યો
- ભારતિય સંસ્કૃતિ અને તેનો વારસો
- સરળ અને સ્વાથાવિક જીવન
- સંતોષ અને આનંદ સભર જીવન
- વહિવટી તંત્ર અને તેની કામગીરી
- વ્યવહાર અને વ્યવસ્થા
- ધાર્મિકતા અને રાષ્ટ્રીયતા
- બૌદ્ધીક, ભાવનાત્મક અને આદ્યાત્મિક શક્તિ
- નીતિ અને નિષ્ઠા.
- નીડરતા, નિર્ભયતા અને નમ્રતા.
- પરિણામ અને પરિશ્રમ.
- આવડત અને કૌશલ્ય
- સંકલન અને સમન્વય
- વૃધ્ધિ અને વિકાસ.
- આધુનિકતા અને આદ્યાત્મિકતા
- અંગત, સામાજીક અને વ્યાવસાયિક જીવનનું સમતોલન.
- પારિવારિક અને સામાજીક સમસ્યાઓ અને તેના ઉકેલ.
- જાહેર જીવન અને વ્યાવસાયિક સમસ્યાઓ અને તેના ઉકેલ.
તાલીમ પધ્ધતિ –
- સ્થાનિક ચર્ચા સભા
- જૂથ ચર્ચા
- પુસ્તકો અને મલ્ટીમીડીયા ઉપકરણો
- પ્રત્યક્ષ પરિચય અને મુલાકાત
- વિડિયો ફિલ્મ
- પ્રશ્નોત્તરી.
ખાસ વાત –
આ કાર્ય એવા યુવાનો જ કરી શકશે જે અવળી દુનિયાની સામે થઇ જવાનું મનોબળ ધરાવતા હોય. પોતાની તમામ શક્તિઓના ઉપયોગ દ્વારા સામુહિક પ્રગતિ કરવા પર પ્રચંડ ભરોસો હોય.
આ સાત સવાલ તમારી કોલેજના યુવાનોને પૂછો –
જે કોલેજના ઓછામાં ઓછા 100 અને વધૂમાં વધૂ 200 વિદ્યાર્થીઓ નીચે પૂછેલ સાતે સાત સવાલોના જવાબ હકારમાં આપશે તો તે કોલેજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રીતે આ કાર્યક્રમ ન નફો અને ન ખોટને ધોરણે કરીશું.
યુવાન એટલે જેના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્ના હોય.
1. તમને આવા યુવાન બનવાની ઇચ્છા છે ?
2. આવા જ યુવાનોનો સમાજ રચાય એવું ઇચ્છો છો ?
3. રાષ્ટ્રના વિકાસમાં જ પ્રજાનો વિકાસ સમાયેલો છે એવું તમે માનો છો ?
4. રાષ્ટ્રના વિકાસ આડે આવતા વ્યક્તિ કે વ્યવસ્થા પ્રેરીત અવરોધો દૂર કરવાની હવે તમને જરૂર લાગે છે ?
5. માનવજીવનના મૂલ્યો પર આધારીત રાષ્ટ્રિય વિકાસની સાથે સાથે તમને તમારો વિકાસ કરવાની તક જોઇએ છે ?
6. યુવાનો દ્વારા વ્યવહાર અને વ્યવસ્થા તંત્રની પુન:રચનાના કાર્યમાં ભાગીદારી કરશો ?
7. નીડરતા, નિર્ભયતા અને નમ્રતા સાથે ભારતના ઉજજવળ ભવિષ્યના ઘડવૈયા બનવા માંગો છો ?
જે કોલેજના ઓછામાં ઓછા 100 અને વધૂમાં વધૂ 200 વિદ્યાર્થીઓ ઉપર પૂછેલ સાતે સાત સવાલોના જવાબ હકારમાં આપશે તો તે કોલેજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રીતે આ કાર્યક્રમ ન નફો અને ન ખોટને ધોરણે કરીશું.
કાર્યક્રમના આયોજન અને સંચાલન અંગે –
- અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર, સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડ અને અન્ય એસેસરીઝ સાથે પેટ્રોલ અને સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાન દ્વારા તમારી કોલેજના યુવાનોને લાભ આપવા વલસાડથી આવી રહ્યા છીએ.
- અમારા સાપ્તાહિક પડાવથી દર સપ્તાહે ૧૦ થી ૧૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલ નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઇને દર સપ્તાહે ઓછામાં ઓછા ત્રણ અને મહત્તમ પાંચ જેટલા કાર્યક્રમનું સંચાલન કરવાની અમારી તૈયારી છે.
- શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમ્યાન પ્રવાસ કરીને અમે યાત્રા આગળ વધારીશું.
- અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.
- જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.
- જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.
- અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. )
- ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ.
- અમારી મારૂતિવાન માટે જરૂરીઆત મુજબ આવવા–જવાનું બળતણ, તમારી સાથે સાદું રોકાણ, સાત્વિક ભોજન અને આત્મિય મહેમાનગતિ એ જ અમારું મહેનતાણું.
- તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તે આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા જરૂરી પેટ્રોલ અને સી.એન.જી ખરીદવા તેમજ સંદેશ વ્યવહાર માટે અમને ઉપયોગી થઇ પડશે.
અમારો સૂચિત પ્રવાસ માર્ગ –
- વલસાડથી પ્રસ્થાન 29.04.2011 બપોરે 2.00 કલાકે.
- વડોદરા 29.04.2011 રાત્રી રોકાણ અને 30.04.2011ને વહેલી સવારે પ્રસ્થાન
- અમદાવાદ 30.04.2011 અલ્પરોકાણ – વાડજ.
- મહેસાણા 30.04.2011 રાત્રી રોકાણ અને 01.05.2011ની વહેલી સવારે પ્રસ્થાન. વિસનગર, વડનગર ખાતે અલ્પ રોકાણ કરીને
- પાલનપૂર 01.05.2011 to 15.05.2011 ( રામપૂર વડલા, ભરકાવાડા, ખેરાલુ, સિધ્ધપૂર, ઉમીયાનગર, શોભાસણ, દાંતા, જીન્ત્રાલ, સકલાણા, ધાંન્ધા, ટકરવાડા, કાણોદર )
- ઉદયપૂર / શ્રીનાથજી (વેકેશન) – 16.05.2011 થી 31.05.2011
- પાલનપૂર / પાટણ – 01.06.2011 થી 04.06.2011
- ડીસા
- થરાદ
- વાવ
- સૂઇગામ
- ભાભર
- રાધનપૂર
- રાપર
- ભચાઉ
- સામખીયાળી
- ભૂજ
- નખત્રાણા
- કોટેશ્વર
- નારાયણ સરોવર
- નળીયા
- માંડવી
- મુન્દ્રા
- અંજાર
- ગાંધીધામ
- કંડલા
- આદીપૂર
- માળીયા
- મોરબી
- સુરેન્દ્ર્નગર
- ધોળકા
- નડીયાદ
- આણંદ
- ભરૂચ
- નવસારી
- વલસાડ
આ ઉપરાંત જો કોઇ વધારાની માહિતી જે જાણકારીની જરૂર હોય તો અમારો સંપર્ક વીના સંકોચ કરજો.
ગાંડપણને કોઇ મર્યાદા હોતી જ નથી … બસ, તમારો પ્રેમ, સહયોગ, સહકાર અને આશિર્વાદ અમને આ કાર્યને આગળ ધપાવવા ગાંડાતૂર કરી મૂકે છે.
તૃપ્તિ અને અખિલ સુતરીઆ – 9427 222 777
Remember – We may not have Internet Connectivity.
My Best wishes are with you. Carry on.