હળવા મિજાજમાં …

Akhil Sutaria – હળવા મિજાજમાં, હળવા મૂડમાં, મર્યાદાની બહાર, હલકા શબ્દોમાં … જો કંઇ બોલાઇ કે લખાઇ જાય તો … શું થાય ??

Jayesh Parkar મૌનની હળવાશમાં, મૌનના જ મૂડમાં, મૌનના સંકેતોથી જો સૌને સમજાઈ જાય….તો શબ્દોની શું વિસાત કે કંઈ કહેવાનું રહી જાય….

Akhil Sutaria વાહ … વાહ …. અને વાહવાઇ સાંભવા સદાયને તરસ્યા રહેતા કાન માલિકોને ક્યાંથી મૌન સંભળાય મારા દોસ્ત !!!

Jayesh Parkar શબ્દોનો જ અભ્યાસી હું ને શબ્દોથી જ આર્થિક ઉપાર્જનનો અભીલાષી હું…છતાંય મૌનનો મિજાજ મને ગમે છે……

Akhil Sutaria આર્થિક ઉપાર્જન …. અઢળક કે અનહદની આકાંક્ષા જ અચાનક અતિક્રમણ કરે ઇચ્છાઓ પર … ત્યારે અંધાપો વીટળાઇ વળે … અને જીવનના આનંદની અનુભૂતિનું કદાચ એમાં હનન થઇ જાય. … બાકી મને તો મૌનની મજામાં વધૂ મોજ પડે છે.

Bhargav Raval દુનિયા નું જે થવું હોય તે થાય.. આપણને કઈ ના થાય… હા હા હા…

Jayesh Parkar ઘણું હોય પાસે ત્યારે મૌન મરમાળું લાગે…પણ ખાલીખમ ખિસ્સે તો મૌન મૂંઝારો લાવે….મૌનનો મિજાજ તો ત્યારે જ પ્યારો લાગે…જ્યારે મનમાં મોજ ને તનની ખોજ આખરી લાગે….

Akhil Sutaria મજા તો ખીસ્સા વગરના કપડા પહેરવામાં ય છે, બસ …. તે માટે છાતી છપ્પનની ના હોય તો ય ચાલે જોઇએ. ….. ફક્ત … ઇચ્છા !!!

Jayesh Parkar ઈચ્છાની અભિવ્યકતી તો મૌનને તોડે…મુખે મૌન રાખી આંખો ઈચ્છાને જાહેર કરે તે તો તમારી પાસેથી જ શીખવું પડશે…

Akhil Sutaria આ શું બોલ્યા ભઇ ? અમારેય હજી તો બધું બહુ શીખવાનું બાકી છે ને રોજે રોજ શીખતા રહેવામાં જ દિવસ પછી દિવસ નીકળતા જાય છે.

Jayesh Parkar માનસપુત્ર બનીને મને તમારી પાસેથી તો કંઈક શીખવાનો અવસર આપો…આપશોને….?

Akhil Sutaria બાકી મારે તો 50,000 દિકરા–દિકરીઓ છે … આજથી તમે એમાં શામેલ …!!!

Jayesh Parkar તમે તો સ્વજન પ્રિયજન થયા તો આભાર નહી માનું…બસ તમે શબ્દોના સારથી બનજો તો હું શબ્દોના સાથિયા પુરીશ..જેનાથી તમારી પહેલી કોમેન્ટ WORD WAR સાર્થક થઈ જશે….

Akhil Sutaria જયારે લાગણી વહેતી થાય …. ભાવના વરસતી થાય ત્યારે અનંત અસીમીત મીનનો પ્રદેશ શરૂ થાય …. ત્યારે સંવાદને વિરામ આપવાનો અને મૌન સાંભળવાનું.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to હળવા મિજાજમાં …

  1. સુરેશ જાની કહે છે:

    શું મસ્ત ડાયલોગ્યું છે? પણ આમ ખાનગી ચેટને જાહેર કરો છો, તિમાં તમારો ભો લાગે છે !! આ મિત્રોની ભાષા બૌ ગમી.

    • અરે દાદા, આમાં ક્યાં કંઇ ખાનગી છે ? આપણે તો ખુલ્લી કિતાબ જેવું જીવન જીવીએ છીએ… સૌને માટે … સૌના દ્વારા ….ભો લાગવાનો કે લગાડવાને તો કોઇ કારણ જ નથી.

ટિપ્પણીઓ બંધ છે.