૧૪ મી મે, ૨૦૧૧
આજે સાત દિવસ થયા પિતાજીના સ્વર્ગવાસને.
આપ સૌની પ્રાર્થના અને દિલાસાથી અમે એમની ગેરહાજરી સહન કરવાની શક્તિ મેળવી રહ્યા છીએ.
મારા પિતાજી પાસેથી મેળવેલ માર્ગદર્શનના કેટલાક મણકા …
– અન્યોને આપણા થકી કદી દુ:ખ ન પહોંચે તે બાબતે સજાગ રહેવુ. કદાચ દુ:ખ પહોંચાડાઇ જાય તો માફી માંગવામાં જરાય વિલંબ ન કરવો.
– સમય જેટલો આપણા માટે કિંમતી છે એટલો જ કે એથી ય વધારે સામેવાળા માટે કિંમતી હોઇ શકે એ ખ્યાલ હંમેશા રાખવો.
– સવારથી સાંજ દરમ્યાન જેમને મળો તેમની સાથે સ્મિત સહિત સંવાદ કરો.
ક્રમશ: