…. રહ્યો છું …

બસ …. બસ …. બધા વિરાટ થઇ રહ્યા છે,

બધા નામ, દામ, શોહરત તલાશે છે,

લાંબી કતારોમાં ટૂંકા વિચાર લટકે છે,

દમદાર કલદાર કમાવા મહેચ્છે છે,

બસ … બસ … હવે હું ઓગળી રહ્યો છું,

હવામાં પીગળી રહ્યો છું,

સુગંધની સોડમાં લપાઇ રહ્યો છું,

પાંપણ નીચેથી લપસી રહ્યો છું,

સૌની નજરમાં ઓઝલ થઇ રહયો છું,

સ્મરણપટ પરથી વિસરાઇ રહ્યો છું,

જીવાત્મામાંના આત્માને ઓળખી રહ્યો છું,

જીવનના ભાગાકાર બાદ શેષમાંથી અવશેષ બાકી રહ્યો છું.

ફેસબુક પર કવિતા નથી કરી રહ્યો,

પણ દિલ ખોલીને લખી રહ્યો છું,

અંતરાત્માને સાંભળી રહ્યો છું,

જાતની સાથે સંવાદી રહ્યો છું,

તમારી સાથે મારી જાતને હવે ઓળખી રહ્યો છું.

માણસમાંથી માનવ બનવા મથી રહ્યો છું.

સ્વાનુભવે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to …. રહ્યો છું …

  1. પ્રીતિ કહે છે:

    અદ્ભુત રચના.

  2. Atul Jani (Agantuk) કહે છે:

    આ મથામણ કરનાર પ્રત્યેક માણસ એક દિવસ જરૂર માનવ બનશે.

ટિપ્પણીઓ બંધ છે.