નામ અને દામ કમાવાની આજે હોડ લાગી છે.
બધે બધા પોતાના નામના સીક્કા મારી રહયા છે.
એવામાં વાદળ પર ઇશ્વરે કરેલા હસ્તાક્ષર
વરસાદ બનીને વરસી પડયા
પ્રભુ પોતાના પ્રેમથી માણસને ભીંજવવા આવે અને …
ત્યારે,
નીચે ધરતી પર કેટલાક ભીંજાઇ રહ્યા,
કેટલાકે પહેરી લીધા રેઇનકોટના આવરણ,
તો કેટલાક ભરાઇ ગયા ઘરોની અંદર,
નામ વગરની ઓળખ સાથે
દામ વગરની પ્રવૃત્તિ કરનારની
ગણતરી કદાચ ‘ગાંડા’ કે ‘ગાંડપણ’ માં કરનારાઓની વચ્ચે
પોતાની મસ્તીમાં છબછબિયાં કરી તો જૂઓ,
આવા ગાંડપણનો ય નશો કરવા જેવો ખરો !!
સ્વાનુભવે – ૨૯.૦૬.૨૦૧૧
અખીલભાઈ અમે ભાવનગરમાં ઈશ્વરના હસ્તાક્ષરની રાહ જોઈએ છીએ – પણ હજુએ આ મેઘો રીસામણાં છોડતો નથી.
Nice.
Saras