ભગવાન શ્રી કૃષ્ણનો જયજયકાર તો ચારેકોર થતો રહેવાનો…
શીખવા જેવી વાતોનો તો ધોધ વહેતો થયો ..
મીરાં ક્યારે પ્રેમદિવાની બની તેની મને ખબર નથી ..
સુદામા કઇ ઉંમરે મિત્ર પાસે તાંદૂલ લઇ ગયા હતા તેની મને ખબર નથી ..
દુર્યોધન સાથે મહાભારત ટાળવાના પ્રાથમિક પ્રયાસે કેવી ભાષા વાપરી તેની મને ખબર નથી ..
કુરૂક્ષેત્રમાં અર્જુનના વિષાદને દૂર કરવા કઇ પધ્ધતિ અપનાવી તેની મને ખબર નથી ..
પ્રભુમય થવાની કોઇ નિશ્ચીત ઉંમર નથી ..
પરંતુ ..
પ્રભુમય થવાને કોઇ કારણ હોય ખરૂં ?
કે એમ જ કોઇ કારણ વગર પણ … ??
વિચારી જુઓને !!
વિચાર આવે તો લખજો …