ગઇકાલે સાંજે 6.45 સુધી બધું બરાબર હતુ.
પછી મીડીયા પર જેટલી અફડાતફડી હતી એટલી મુંબઇમાં ન હતી.
મુંબઇ ફરી એક વાર સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બન્યું.
દાદર, ઓપેરા હાઉસ અને ઝવેરી બજાર.
એમોનિયમ નાઇટ્રેટમાંથી બનાવવામાં આવેલ બોમ્બ ઉપયોગમાં લેવાયા.
કસાબના જન્મદિવસની સાંજે કાવતરાખોરોએ પોતાની યોજનાને અંજામ આપ્યો.
ઘટના સ્થળ પર જીજ્ઞાસા સંતોષવા ભેગી થયેલી લોકોની ભીડમાં કોણ શું કરી ગયું તે તો ભગવાન જ જાણે.
સમાચારની ટીવી ચેનલો વાળા ‘ઐક્સક્લુઝીવ’ કવરેજ માટે દોડાદોડી કરતા હતા.
રીપોર્ટરો ઘટનાસ્થળ પરની પરિસ્થિતી અંગે માહિતી આપવાને બદલે ત્યાં શું થયુંની અટકળો કરતાં જણાયા.
‘ચશ્મદીદો’ને શોધી શોધીને અનએડીટ જાણકારીને ‘ઐક્સક્લુઝીવ’ બનાવવાની હોડમાં ઉતરી પડયા હતા.
રાજકારણીઓએ રાબેતા મુજબ ઘટનાસ્થળની મુલાકાત લઇ રાબેતા મુજબ નિવેદનો કરી દીધા.
જનતાએ રાજય અને કેન્દ્ર્ સરકારની હાય હાય બોલાવી લીધી.
દીલ્હીથી સરકારે આતંકીઓના આ કાર્યને સખત શબ્દોમાં વખોડી કાઢયું અને રાષ્ટ્રપતિએ પણ એમાં સૂર પૂરાવી દીધો.
આજે મુંબઇમાં ઉચ્ચસ્તરીય મિટીંગો થશે.
વરસતા વરસાદમાં મુંબઇ પોલિસ, એનએસજીના કમાન્ડો અને ફોરેન્સીક નિષ્ણાતો પગેરુ ફંફોસી રહ્યા છે.
મૃતકો અને ઘાયલોના અંક વધી રહ્યા છે.
દાદરના ઘટનાસ્થળની નજીક જ આવેલી શાળાના બાળકો આજે સવારે શાળામાં ભણવા આવી ગયા છે.
ઝવેરીબજારની દુકાનો રોજની જેમ ખુલવા લાગી છે.
કદાચ
હવે પછીના બોમ્બબ્લાસ્ટને આવકારવા મુંબઇ ફરી પાછું તૈયાર છે.
મને, તમને કે આપણને સૌને કોણે હિજડા બનાવ્યા એની ય ખબર નથી પડી. પાકિસ્તાનના ગુગલ મેપ પરથી લાહોર, કરાંચી, પેશાવર કે રાવલપીંડીને નિશાન બનાવી ઇટનો જડબાતોડ જવાબ આપનાર કોની કૂખે અવતરશે ?.
હે નવ પરણિત દંપતિઓ
…. સંભોગ કરો તો એવો કરજો જે થકી ગર્ભાધાન થાય.
…. એ ગર્ભનું જતન એવું કરજો કે અભિમન્યુનો જન્મ થાય.
…. એ અભિમન્યુને એવો ઉછેરજો કે વર્તમાન કૌરવોના તમામ કોઠા ભેદીને પાછો આવે.
આજે અંતરના ઊંડાણમાં અસહ્ય બળતરા થઇ રહી છે.
મારા દિલમા પણ આગ લાગી છે. આજે રાહુલ ગાંધી દેશના વિદેશ પ્રધાને નિવેદનો કર્યા તે અત્યંત બીન જવાબદારી ભરેલા જ નથી પણ દેશની જનતાનો ઉપહાસ કરનારા છે.આ બધા નફ્ફટ અને નાગા થઈ પડેલા આગેવાનોની સીક્યોરીટી પાછી ખેંચી લેવી જ રહી અને બાદમાં દેશમાં ફરવાની હાકલ કરવી જોઈએ. આ તમામે તમામ તાણી કાઢેલી પેદાશ છે. નિર્દોષ પ્રજા રહેસાતી જોઈ આ તમામ તાબોટા વગાડનારી જમાત છે. આપની વાત સાથે હું પણ સુર પુરાવું છું.
“હે નવ પરણિત દંપતિઓ
…. સંભોગ કરો તો એવો કરજો જે થકી ગર્ભાધાન થાય.
…. એ ગર્ભનું જતન એવું કરજો કે અભિમન્યુનો જન્મ થાય.
…. એ અભિમન્યુને એવો ઉછેરજો કે વર્તમાન કૌરવોના તમામ કોઠા ભેદીને પાછો આવે.
આજે અંતરના ઊંડાણમાં અસહ્ય બળતરા થઇ રહી છે.”