જો એમ લાગતું હોય કે બધે બધું બરાબર છે
… તો કંઇક ખૂટે છે.
જો એમ લાગતું હોય કે બધે કંઇક ખૂટે છે તો
… કંઇક બરાબર નથી.
જો એમ લાગતું હોય કે કંઇક બરાબર નથી તો
… તમારી પાસે કંઇક કરવા કારણ છે.
જો એમ લાગતું હોય કે તમે એ કરી શકો એમ નથી
… તો તમારી ક્ષમતામાં કંઇક ખૂટે છે.
જો એમ લાગતું હોય કે તમે ક્ષમતા વધારી શકો એમ છો તો
… તમારી પાસે કંઇક કરવા હવે બે કારણ છે.
તમને લાગતું હોય કે તો પણ તમે કંઇ કરી શકો એમ નથી
… તો તમારી પાસે જીવવા માટે કોઇ કારણ નથી.