સંસ્કાર આપણા સાંસ્કૃતિક વારસાનું જતન જરૂર કરે
પણ આપણા સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવનારા
ચાણક્ય કે સાંદિપનિ જેવા ગુરૂઓ ક્યાં ?
રામકૃષ્ણ પરમહંસ જેવા પથદર્શક ક્યાં ?
… ધન, સંપત્તિ, ભૌતિક સુખ અને સગવડના સાધનોની સામે
વિદ્યા કે સરસ્વતી પણ હવે સાચી સમજણ કેળવી આપવામાં
ગુંગળામણ અનુભવે છે.
“ધન, સંપત્તિ, ભૌતિક સુખ અને સગવડના સાધનોની સામે
વિદ્યા કે સરસ્વતી પણ હવે સાચી સમજણ કેળવી આપવામાં
ગુંગળામણ અનુભવે છે.”
આજે શીખવવામાં આવતી વિદ્યા, ખરા અર્થમાં વિદ્યા છે ખરી ? આજે તો ભૌતિક સુખ, સંપત્તિ અને ધન યેન કેન રીતે મેળવી લેવા તે જ જીવનનું મુખ્ય લક્ષ્ય અને પ્રાથમિકતા બની છે. ત્યારે કલચર શોક અનુભવાય તે સ્વાભાવિક જણાય છે.
ચાણક્ય કે સાંદિપનિ,રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂઓ પાસે થી જ્ઞાન જીલી શકે એવા ચંદ્રગુપ્ત મૌર્ય,કૃષ્ણ- સુદામા કે પછી સ્વામી વિવેકાનંદ જેવા શિષ્ય પણ હવે કયા કોઈ જનેતા ને પેટ પાકે છે ???
મહાપુરુષોને શોધવાની બદલે પોતે જ મહાનતા કેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. શું રામકૃષ્ણ પરમહંસે કદી એમ પુછ્યું હશે કે રામકૃષ્ણ પરમહંસ ક્યાં? તે પરમહંસની જેમ જીવ્યા અને પરમહંસ બની ગયાં.
આજે ય કેટલાયે મહાપુરુષો આ ધરા ધામમાં છે તે સહુ પોતાનું કામ કર્યા કરે છે – રોદણાં રોયા વગર કે આઘાત પામ્યાં વગર.
અપેક્ષા પ્રમાણે ન બને એટલે આઘાત લાગે – ડાહ્યા માણસો કશીએ યે અપેક્ષા રાખતા નથી અને તેથી આઘાત પામતાં નથી.
સહુએ પોતાનું જીવન પોતે જ જીવવું પડે તેમાં બીજાની ડખલગીરી કે બીજાની ઈચ્છા-અનિચ્છા ન ચાલે.
અતુલભાઇ,
તમારી વાત સાચી છે.
સૌ પોતપોતાની રીતે પોતપોતાનું કામ પોતપોતાની જગ્યાએ રોદણા રોયા વગર કરે છે એટલે જ કદાચ કલ્ચર શોક અનુભવાઇ રહ્યો છે.
સીક્કાને બે બાજુ હોય … પોતે કઇ બાજુ રહેવું અને જીવવું તે વ્યક્તિગત બાબત હોવી જ જોઇએ.
તેથી જ કોઇપણ જાતની અપેક્ષા વગર સામાપક્ષે વિચાર કે કર્મ શૂન્યતા સ્વીકારી લેવામાં ડાહ્યા માણસોથી ય ભૂલ થવાની સંભાવના તો રહી જાય છે.
સ્વાનુભવે એવું સમજાયું છે કે …
અવલંબનનો વિસ્તાર સ્વાવલંબન થઇને હવે પરસ્પરાવલંબન સુધી થયો છે.
તેથી પરસ્પરની ઇચ્છાઓ કે અનિચ્છાઓ અને સમજ કે ગેરસમજ સાથે જ જીવવાનું હોય.
મહત્વ એ છે કે ગેરસમજને સમજી લેવામાં જ સમજદારી છે … અને એવા લોકો જ ડાહ્યા ગણાતા હશે. !!!