Thinking Beyond

Thinking Beyond

આજે Thinking Beyond ના શિર્ષક સાથે વલસાડની સાયન્સ કોલેજના એમ એસ સી ( પાર્ટ 1 અને 2 ) તેમજ બી એસ સી (ટી વાય) ના વિદ્યાર્થીઓ માટે ‘ઉદીશા‘ના નેજા હેઠળ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મનો કાર્યક્રમ કર્યો.

કુલ 250 જેટલા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમનો લાભ લેવા જાણ કરાઇ હતી. નોટીસબોર્ડ અને ક્લાસરૂમ્સમાં બબ્બે વાર આ કાર્યક્રમનો લાભ લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બપોરે 1.45 કલાકે હું મારા સાધનો સાથે પહોંચી ગયો. 2.00 કલાકે રૂમનં.4માં લેપટોપ, પ્રોજેક્ટર, પડદો અને સાઉન્ડ એમ્પલિફાયર ગોઠવાઇ ગયા. 2.10 કલાકે 75 વિદ્યાર્થીઓ અને 4 પ્રાદ્યાપકોની ઉપસ્થિતીમાં આચાર્યે સંક્ષિપ્ત સ્વાગત અને પરિચય વીધી કરી.

…. કાર્યક્રમનો હેતુ જણાવતી 5.41 મીનીટની વિડિયો ફિલ્મ () બતાવી.

… ને સવાલ પૂછયો : ભેળપૂરી ખાધી છે ?

સૌએ જવાબ આપ્યો : હા.

… મારો સવાલ લંબાવ્યો : ભેળપૂરી વીષે 5 મીનીટ ની સ્પીચ કોઇ આપશો ?

સૌ … એક મેકના મોં જોવા લાગ્યા. મારી નજર જેમની સાથે મળતી તે નીચું જોઇ જતા હતાં.

હું તેમની વચ્ચે ગયો … વ્યક્તિગત રીતે 10 થી 12 જણને પૂછયું કે .. દોસ્ત, તમે ભેળપૂરી વીષે 5 મીનીટ ની સ્પીચ આપશો ?

સૌનો … સ્પષ્ટ જવાબ : ના.

… છેવટે એક વિદ્યાર્થીની તૈયાર થઇ. મને કહે કે સર, 5 મીનીટ ના બોલાય તો ?

મેં કહ્યું, બાકીની મીનીટ મારી સાથે સ્ટેજ પર ઉભા રહેવાનું!

… તે મને કહે, સર, હિન્દીમાં બોલું તો ચાલશે ?

મેં કહ્યું: હા.

… બરાબર 2.56 મીનીટ સુધી વિદ્યાર્થીનીએ ભેળપૂરીની વાત કરી. તેના પ્રયત્નને બીરદાવવા … મારા કહેવાથી સૌએ તાળી પાડી.

મેં પૂછયુ: ધારોકે … તમારે તમારા વીશે જ 5 મીનીટ બોલવાનું થાય તો તમે શું કરશો ?

… આવતા વર્ષે જ નોકરીની તલાશ તમારે શરૂ કરવાની છે. ઇન્ટરવ્યુ આપવાના છે .. તો તેવે સમયે તમે તમારી કઇ લાક્ષણિકતાઓને ઓળખીને કેવી રીતે અરજીમાં અને પર્સનલ ઇન્ટરવ્યુમાં રજુ કરશો ?

….. ચોમેર સ્તબ્ધતા …

મેં કહ્યું .. મુંઝાઇ જવાની જરૂર નથી. ચાલો એક ફિલ્મ જોઇએ. (પ્રેઝેન્ટેશન)

… 8.30 મીનીટની ફિલ્મ જોયા બાદ … સૌના ચહેરા પર દિશા મળ્યાનો આનંદ જોઇ શકાતો હતો.

અંતે આવા કાર્યક્રમ ફરી વાર થવા જોઇએ કે કેમ અંગે :

  1. આવો કાર્યક્રમ દર [15 દિવસે][ મહિને][ 3 મહિને] યોજાવો જોઇએ.
  2. આવા કાર્યક્રમનું પ્રત્યેક સેશન [2][4][6][8] કલાકનું હોવું જોઇએ.
  3. રવિવારે કે રજાના દિવસે આવા કાર્યક્રમમાંભાગ લેવાનું [ગમે][ના ગમે] / [અનૂકૂળ][ પ્રતિકૂળ]

જેવી માહિતી એકત્રીત કરી લીધી.

હવે તમે કલ્પના કરો કે આ 75 યુવાનોએ કેવા જવાબ આપ્યા હશે ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.