કસોટી

આજે વાવાઝોડું ફુંકાય છે.
મારી કસોટી લેવાઇ રહી છે.

અચાનક હું કોમ્પલીકેટેડ થઇ ગયો છું.
તૃપ્તિએ મોબાઇલ ફોન માંગ્યો,
મેં આપી દીધો.
હવે હું મોબાઇલ વગરનો થયો.

કામકરવાની મારી રીતે અને તૃપ્તિની રીત,
સામસામે ટકરાય છે.
એ મારા કરતાં વધારે કાબેલ, હું તો ઢબ્બુનો ઢ.
હવે હું કામ વગરનો થયો.

એના દરેક કામમાં હવે મને વાંકું પડે છે,
એવું એને અને મને પણ લાગે છે.
ખબર એ જ નથી પડતી કે
કોણ કોને નડે છે?

અમે બેય સમજદાર તો ખરાજ,
એવું વર્ષોથી માનતા રહેવાની ભૂલ કરતાં રહ્યા,
મતભેદ ઉકેલવામાં મનભેદ ઉછેરતા રહ્યા,
હવે હું શંકાસ્પદ થયો.

વાંક તો આ ધરતી પર મારા વગર કોનો હોય ?
નાસમજ અને અતિક્રમણ કરનાર મારા સીવાય બીજું કોણ હોય ?
સીધી લીટીની ભૂમિતી હવે ગુંચવાઇ ગઇ છે.
સમીકરણ ખોલવા કે ઉકેલવા કોઇ સમાન કારણ હવે નથી.
જો જીવવાને કોઇ કારણ ના હોય તો,

પણ વીચારી રાખ્યું છે કે,
દસમે માળેથી પડતું મુકાય …
ધસમસતી રાજધાની નીચે પડતું મુકાય …
ગેસનો બુલો લીક થવા દઇને પેટાવાય …
ઇલેક્ટ્રીક વાયર જીભ પર વીંટાળીને …
આમ તો આત્મહત્યા કરી લઉ એવો કાચો નથી ..

હવે શ્વાસ લેવાનો થાક વરતાય છે.
મનોચિકિત્સક કહે કે આ તો ડીપ્રેશન છે.
કહે કે મનના ઊંડાણમાં કોઇ
અતૃપ્ત લાગણી કે લાલસા રહી ગઇ હશે

એ તો હું જ જાણું છું કે હવે
હું કોને માટે
કોના વગર
કેવી રીતે
ખોવાઇ જવા તૈયાર થયો.

હવે જયાં અને જયારે તમે મને શોધશો
ત્યાં અને ત્યારે તમને તૃપ્તિ મળશે.
મને શોધશો ત્યાં તૃપ્તિ મળશે.
હું હવે એવો તો સંતાઇ જઇશ,
કે ખુદ હું પણ હવે મને શોધી નહિ શકું,

… ખરેખર … આ કોઇ કલ્પના નથી …
હું હાર્યો નથી,
હું જીત્યો નથી,
હું લડયો નથી,
હું મર્યો નથી,
બસ ..
અનંત શાંતિમાં સ્થિર થવા
અક્ષર.. અવાજ અને …
માનવ શરીરોથી દૂર થઇ રહ્યો છુ.

ખાત્રી કરવી હોય તો તૃપ્તિને ફોન કરજો – 02632 243952

યોગાનુંયોગ … મારા પિતાજીની ચીરવિદાયને આજે જ ત્રણ મહિના થયા.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.