આજે કસોટી પૂરી થઇ.
સવારે સોનેરી સૂર્યનારાયણે આશિર્વાદ આપ્યા.
હવે તૃપ્તિએ મને સિમપ્લિફાઇડ કર્યો.
હવે હું મોબાઇલથી દૂર થવાની મોજ માણતો થયો.
દાંપત્યજીવનના જોયેલા અને જાણેલા કેટલાક અટપટા પ્રસંગો,
જુદા જુદા લોકોએ કરાવેલા
જીવનના કેટલાક અનુભવોને
પાત્રોના નામ બદલીને લખવાને બદલે
મારા અને તૃપ્તિના નામ સાથે
વર્ણન કરીને અહિ લખ્યા.
વારતાના પાત્રો આવા વાવાઝોડાનો મુકાબલો કરે તે ઇચ્છનીય છે.
વાવાઝોડાને પસાર થઇ જવા માર્ગ આપે તે ઇચ્છનીય છે.
વ્યક્તિગત અહમને ઓગાળી દે તે ઇચ્છનીય છે.
વ્યક્તિગત વિચારોને સંકોરી લે તે ઇચ્છનીય છે.
પતિ અને પત્નિ વચ્ચે ઝગડા તો ..
થાય જ .. કે થવા જ જોઇએ ..
પણ કેટલા અને કેવા ?
કેટલાકોને એમ લાગ્યુંકે અમે મુશ્કેલીમાં આવી પડયા.
અમારા પ્રત્યેના તેમના સ્નેહે તેમને ચિંતા કરાવી નાખી.
મારા આ પ્રયોગને કારણે ઝંઝાવાત સર્જાયો.
વારતા લખવા બેસો તો ય તેનો આધાર વાસ્તવિકતા સાથે તૂટી નથી જતો.
જેમ પ્રત્યેક ઇલેક્ટ્રીકલ સાધનને એક ઓન અને ઓફ સ્વીચ હોય છે
તેમ જ દાંપત્યના ઝગડાને પણ એક ઓન અને ઓફ સ્વીચ હોય છે
પતિ અને પત્નિ સાથે મળીને આ સ્વીચ શોધી કાઢે તે ઇચ્છનીય છે.
મશીનની જેમ જીવી જવા માણસની આજુબાજૂ અસંખ્ય મશીનો હોય છે.
મશીનોની વચ્ચે માણસ પણ પોતાને મશીન સમજવા લાગે ત્યારે …
વોશીંગમશીનમાં ધોવાતો જાય ..
એરકન્ડીશ્નરમાં થંડોગાર થાય ..
રેફ્રીજરેટરમાં થીજતો જાય ..
જયુસરમાં નીચવાતો જાય ..
બ્લેન્ડરમાં વળોટાતો જાય ..
કેલ્કયુલેટરમાં ગણાતો જાય ..
એટીએમમાંથી નીકળીને વપરાતો જાય ..
ટીવીની સામે ટગરટગર બનતો જાય ..
મોબાઇલ સાથે પોતાના કવરેજની બહાર થતો જાય ..
અને
અચાનક વિજળી ડૂલ થાય ત્યારે ..
યાદ આવી જાય કે ..
ઇલેક્ટ્રીકલ સાધનને એક ઓન અને ઓફ સ્વીચ તો હોય જ છે.
દાંપત્યના ખાટા કે મીઠા ઝગડાને પણ એક ઓન અને ઓફ સ્વીચ હોય જ છે.
પતિ અને પત્નિ સાથે મળીને આ સ્વીચ શોધી કાઢે તે ઇચ્છનીય છે.
પરંતુ,
પતિ અને પત્નિ સાથે મળીને આ સ્વીચ ક્યારે ઓન અને ક્યારે ઓફ કરવી તે નક્કી કરી શકે એ સરાહનીય છે કારણકે એમાં જ સંસારને માણવાની સમજદારી છે.
તા. ક: મારા આ પ્રયોગને કારણે જે ઝંઝાવાતે તમને ચિંતા કરાવી નાખી તે બદલ અમારા પ્રત્યેના તમારા સ્નેહની પૂજા કરવા અંત:કરણપૂર્વક ક્ષમા માંગી લઉં છું.
ખૂબ જ સુંદર રીતે પતિ-પત્નીના સંબંધો સમજાવી દીધા ! અભિનંદન ! આજના આ આધુનિક સમયના યુવાનો અને યુવતીઓ આ બરાબર સમજે તો લગ્ન વિચ્છેદમાં ના પરિણમે !
મુ. અરવિન્દભાઇ,
આ લેખના મૂળમાં ‘કસોટી’ની વાત છે ( હવે હતી !) [ https://akhilsutaria.wordpress.com/2011/08/06/%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80/ ] પ્રસંગ વર્ણન કરવામાં અખતરો કરવા ગયો ત્યાં ખતરો હતો એ મિત્રોએ ફોનથી ખખડાવ્યો ત્યારે ખબર પડી !!