ટીપે ટીપે ટપકતાં કે
મૂશળધાર વરસાદમા,
ખળખળ ઝરણતી જતી કે
ધમધોકાર ધસમસતી નદીમાં,
વાત તો અંતે પાણીની જ છે.
ગંગા, યમુના કે સરસ્વતી …
તાપી, નર્મદા કે સાબરમતી …
મરણપથારીએ જો બે બુંદ ના મળે
તો ગ્રાઇપવોટરે ય ચાલી જાય.
ટીપે ટીપે જીવવું કે ધસમસતું મરવું,
વાત અંતે શ્વાસ લેવાની અને મૂકવાની છે.