બસ …
હવે તો બધા આંખ બંધ કરીને લખતા જાય છે …
વિચારોના વંટોળીયામાં શબ્દોની કસુવાવડ થતી જાય છે …
લાગણી લોહીલુહાણ બનતી જાય છે …
કામ કે ધંધા હવે ધંધા વગરના કામ થતા જાય છે. …
ફેસબુક પર પહેલા એક સેકન્ડમાં ફક્ત 3 ન્યુઝફીડ આવતી હતી …
હવે … 13 થી યે વધુ સ્ટેટસ અપડેટ 1 જ સેકન્ડમાં થાય છે …
વ્હાલા ને વ્હાલી મળે કે ન મળે,
વ્હાલાઓ હવે વ્હાલી બની ને વ્હાલાઓને ઉલ્લુ બનાવતા જાય છે …
અરે …. કુછ મીઠા પણ હવે ચિત્ર માત્રથી કરાવાય છે …
કામની વાત કરતાં કરતાં લોકો વહેણમાં વહેતા જાય છે …
લોકોની સાથે સાથે જૂના મિત્રો ય તણાતા જાય છે …
કોને પડી છે … કોણ જીવે છે કે કોણ જૂએ છે કે કોણ વાંચે છે ….
બસ … …
હવે તો બધા આંખ બંધ કરીને લખતા જાય છે ..