સીસ્ટમમાં બદલાવ માટે આપણે ( જો જાતને જવાબદાર ગણતા હોઇએ તો )
સીસ્ટમના ભાગ બનવાની તાતી જરૂર છે.
ખરાબ થઇ ગયેલા સ્પેરપાર્ટને બદલવા નવા પાર્ટ વાપરવા જ પડે.
મને લાગે છે કે,
પ્રજા હવે પોલિટિકલ પાર્ટી, પક્ષ કે સંગઠનને જોવાને બદલે
‘વ્યક્તિ’ની કાબેલિયત ચકાસીને મતદાન કરશે …
સાથે સાથે આપણે પ્રજાએ પણ
કાબેલિયત ધરાવનાર પરંતુ વિષાદીત વ્યક્તિઓને
સીસ્ટમના બદલાવ માટે
સીસ્ટમ પ્રવેશ કરવા પ્રોત્સાહિત કરવાના રહેશે. …
કળીયુગનું મહાભારત હવે આવા આધૂનિક ઉપકરણો દ્વારા
સજજનો વી. દુર્જનો ખેલાશે.
આડંબર અને દંભ જેવા આવરણો પહેરેલા
કૌરવોનો નાશ કરવા જેટલી હિંસા પણ કરવી પડે
તો તૈયાર રહેવાનું છે.