ખરતી વખતે મને ક્યાં ખબર હતી કે,
હું ક્યાં ખરીશ;
આવતી વખતે મને ક્યાં ખબર હતી કે,
હું કયાં આવીશ;
જતી વખતે મને ક્યાં ખબર હતી કે,
હું કયાં જઇશ;
રડતી વખતે મને ક્યાં ખબર હતી કે,
હું કયાં રડીશ;
હસતી વખતે મને ક્યાં ખબર હતી કે,
હું કયાં હસીશ;
જીન્દગી આખી જીવી ગયોને
જીવતી વખતે મને ક્યાં ખબર હતી કે,
હું કયાં જીવીશ;
પણ કોકે મારી તસવીર લઇને
મારા બ્લોગ પર જીવતો કરી દીધો.