પસંદગી કરવાની હોય જયારે,
આજુ કે બાજુ ?
આગળ કે પાછળ ?
ઉપર કે નીચે ?
આ કે તે ?
વિકલ્પોની વચ્ચે ઘેરાયેલું મન
વિચારવાની કસરત કરતું દિમાગ,
સારી કે ખરાબ .. લાગણીઓ વચ્ચે ઝોલા ખાતું દિલ,
નિર્ણય ખોટો લેવાઇ જવાનો ભય ..
નિર્ણય લેતા પહેલા કોકની સલાહ લેવાનો નિર્ણય
અને
સલાહકારની પસંદગી કરવાની હોય
હા
પસંદગી કરવાની હોય જયારે,
.
.
ફરી પાછી એ જ શ્રુંખલા:
આજુ કે બાજુ ?
આગળ કે પાછળ ?
ઉપર કે નીચે ?
આ કે તે ?
વિકલ્પોની વચ્ચે ઘેરાયેલું મન
વિચારવાની કસરત કરતું દિમાગ,
સારી કે ખરાબ .. લાગણીઓ વચ્ચે ઝોલા ખાતું દિલ,
નિર્ણય ખોટો લેવાઇ જવાનો ભય ..
બસ ..
કયા અભિપ્રાયને નિર્ણયનો આધાર બનાવવો
કયા વિકલ્પની પસંદગી કરવી
એ જ તો ‘અનુભવ’ બનતો હોય છે
અને
દુનિયા આખી ‘અનુભવી’ ઓ પર જ પસંદગી ઉતારે છે ને ?