આપણે કદાચ શ્વાસ અને ઉચ્છશ્વાસને જીન્દગી ગણવા માંડયા હોઇએ
.. પંચેન્દ્રીયના સુખને જીવી જાણતા હોઇએ
.. કાવાદાવા જીતી જાણતા હોઇએ તો માણવાની વાત માત્ર અને માત્ર ભૌતિક સુખ સુધી સીમીત હોય
.. આ મર્યાદાની બહાર વિચારોના શુન્યાવકાશમાં જવાની રીત
.. ત્યાં જવા માટેનું સાહસ
.. અને ત્યાં પહોંચ્યા બાદ શુન્ય બની જવાની કલા કે આવડત
.. સંસારમાં રહીને કેવી રીતે મેળવાયની વાતો કરનારા ગાદીપતિઓના ભાષણમાંથી તો જાણવા નથી જ મળ્યું.
આવા વિચારોને અમલમાં મૂકનારા અલગારી લોકોની તલાશમાં છું