ગમતાનો ગુલાલ તો સૌ કરે,
ન ગમતાનું શુ ?
ભાવતા ભોજન તો સૌ કરે,
ન ભાવતાનું શુ ?
ફાવતા કામ તો સૌ કરે,
ન ફાવતાનું શું ?
પ્રસંશા તો સૌ કરે,
પ્રશસ્તિ થાય ત્યારે શું ?
ફોન કે મોબાઇલ તો રણક્યા કરે,
મિત્રો ના રણકે ત્યારે શું ?
ડાબાનો સાથ જમણો હોય
કે જમણાનો સાથ ડાબો,
પણ સાથી જ નહોય ત્યારે શું ?
( વલસાડ નજીકના એક વૃધ્ધાશ્રમમાં કેટલાક ‘અપરિચિત’ વડિલો સાથે આજે વિતાવેલી ક્ષણોમાં થયેલી અનુભૂતિ )