જયારે જાણવા મળ્યું કે,
પોસ્ટ ગ્રેજયુએટ એન્જીનિયરો અને વિજ્ઞાન સ્નાતકો
માસિક રૂ.15000 ના પગારે શિક્ષક તરીકે શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરે છે
ત્યારે આનંદ થયો.
પછી જાણવા મળ્યું કે,
તેમના પગાર રૂ. 15000 નો ચેક મેળવવા માટે
તેમણે રૂ. 8000નો બ્લેન્ક ચેક પરત કરવો પડે છે
ત્યારે આક્રોશ પેદા થયો.
અને આવા કેટલાક શોષાઇ રહેલા એન્જીનિયરો અને વિજ્ઞાન સ્નાતકોએ જણાવ્યું કે,
આવું તો રાજયની મોટાભાગની સંસ્થાઓમાં ચાલી રહ્યું છે
ત્યારે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રાલય માટે ઘૃણા ઉપજી રહી છે.