વધતી જતી જનસંખ્યા,
હવે દેખાય છે ટ્રેઇનોમાં;
વધતી જતી પ્રભુ પરની આસ્થા,
હવે દેખાય છે ઉત્સવોની ઉજવણીમાં;
વધતી જતી મોઘવારી,
હવે દેખાય છે ગજવાના એક્ષરેમાં;
વધતી જતી મુશ્કેલીઓ,
હવે દેખાય છે લોકોના ચહેરા પર;
વધતી જતી મુંઝવણો,
હવે દેખાય છે બંધ આંખે જાગતા વિચારોમાં;
વધતી જતી તરસ,
હવે દેખાય છે પાણીના પાઉચમાં;
વધતી જતી જીન્દગીની ઝડપ,
હવે દેખાય છે પગરખાના ઘસારામાં;
વધતી જતી હાંફ,
હવે દેખાય છે મોર્નીંગ વોકમાં;
વધતી જતી ફેશન,
હવે દેખાય છે વસ્ત્રોના ઘટાડામાં;
વધતી જતી જવાની,
હવે દેખાય છે રંગાયેલા વાળમાં;
વધતી જતી ભૌતિક ભૂખ,
હવે દેખાય છે અપરાધોમાં;
વધતી જતી ઉંમર,
હવે દેખાય છે મૃત્યુની પ્રતિક્ષામાં.