માણસ પ્રસિધ્ધી અને પ્રસંશાની ખેવનાને કારણે જ કદાચ પોતાનું અવમુલ્યાંકન કરાવી બેસતો હોય છે.
ભાષા કે અક્ષરોની શોધ વિચારોના પ્રતિબિંબ ઝીલવા પૂરતી જ હોઇ શકે.
અક્ષરોમાં લાગણી કે ભાવનાઓ કે સંવેદનાઓને વહન કરવાની તાકાત હોતી નથી …
એટલે જ ’બીટવીન ધ લાઇન્સ‘ પણ વાંચવાની જરૂર પડતી હોય છે.
હસ્તાક્ષર વગરના લખાણ વાંચતાની સાથે જ લેખકનું નામ મનમાં ઉપસી આવે ત્યારે કહેવાય કે લેખકે કાઠું કાઢયું છે.
બાકી, ખુશ કરનારા ખુશામતિયાઓથી દુનિયા ઉભરાય છે.
પ્રેરીત થતા રહો .. પ્રેરીત કરતા રહો .. કામ કરતા રહો ..
નામ અને દામ યોગ્યતા મુજબ આપોઆપ આવતા જશે.
હા, આવા કામ … ઉજજડ અને વેરાન પ્રદેશને
લીલાછમ કરવા બરાબરની મહેનત અને ધગશ માંગનારા જ હોય છે.