મારી અંદર
હું મને શોધી
રહ્યો હતો.
મારી પાંપણ
ઉંઘના વજનથી
બીડાઇ રહી
નાકની દાંડી
પર ચશ્મા
અટકી કે લટકી રહ્યા
હ્રદય ધબકી રહ્યાનો
આભાસ કાનને
થતો રહ્યો
એકાંત મારી
આજુબાજુ
ફરી વળ્યું
શુન્યને ગણવા
કે અવકાશને માપવા
અંધકારને વિંધતો રહ્યો
રંગ વિનાના
વાતાવરણને
સ્પર્શતો રહ્યો
જે મારા નથી
તેમને મારા
બનાવતો રહ્યો
જે મારા થઇ
મને છોડી જતા રહ્મા
તેમને જતાં જોતો રહ્યો
કંઇ કેટલાય સમયથી
મારી જાતને જે
કહેવું હતું
તે કહેતો રહ્યો.
પછી એ મળ્યો?
હા ….. એ મને મળ્યો … સુખ, શા્તિ અને આનંદથી ઉભરાતો હતો !!!
જાત ને શોધવાની સરસ વાત.