હાસ્યને પહેરતાં શીખવું પડે,
આંસુને રોકતાં શીખવું પડે,
લાગણીને વરસાવતાં શીખવું પડે,
ગુસ્સાને રોકતાં શીખવું પડે,
મૌનને સાંભળતાં શીખવું પડે,
બોલતાં પહેલા વિચારતાં શીખવું પડે,
શીખવા માટે પણ …
શીખવું પડે
ચાલો, નવા વર્ષે નવું નવું શીખીએ,
જે સૌના જીવનને બહેતર બનાવે !!!