તસવીર અને ફિલ્મોમાં મને રસ કયારથી પડવા લાગ્યો તે યાદ નથી.
વસ્તુ કે વ્યક્તિ પર પડતા પ્રકાશને માધ્યમ પર પ્રતિબીંબીત કરનારા લોકોને જોઇને જ કદાચ મને પણ રસ પડયો હશે.
એક ક્ષણ એક તસવીરમાં સમાઇ જાય અને એવી બોલતી અનેક તસવીરોથી ફિલ્મ બને.
તસવીર અને ફિલ્મો બનાવવા માટેના
સાધન જૂદા,
સાધનોની રચના જૂદી,
સાધનોને ઉપયોગમાં લેવાની રીત જૂદી,
છતાં
વસ્તુ કે વ્યક્તિને અસાધારણ રીતે જોવાની કલા,
વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉપસાવવાની કલા,
વસ્તુ કે વ્યક્તિને સમજવાનો મોકો આપતી કલા,
વસ્તુ કે વ્યક્તિ સાથે સંબંધ જોડવાનો અવસર આપતી કલા,
સરવાળે … ધીરજ અને ધૈર્ય વિકસાવવાનો મોકો આપતી કલા,
એટલે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી … એવી આજે મારી સમજ છે.
મને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો વધારે આકર્ષે છે – કારણ જાણતો નથી.
બ્લેક એન્ડ વ્હાઇટની વચ્ચે આવે ગ્રે …..
‘ રંગ નહિ પણ પ્રકાશનો અભાવ એટલે બ્લેક
અને
બધા જ રંગ ભળી જાય ત્યારે વ્હાઇટ ’
ની સાથે સાથે મને એવું સમજાયું કે
જે આપણે જાણતા ‘નથી’ તે પણ ‘છે’ જ,
એને આપણે કહીએ આપણું ‘અ’જ્ઞાન
અને
‘પ્રયોગ’ ના ‘પરિણામ’થી પેદા થતા ‘પ્રકાશ’ માં
‘એ’ ને જાણતા થઇ ‘જ્ઞાન’ મેળવ્યાનો જે ‘અનુભવ અને આનંદ’ થાય છે તે
કદાચ…. આબેહૂબ રીતે કોઇ તસવીર કે ફિલ્મમાં મઢી શકાતો નથી.
હવે તમે પણ અવલોકનકાર!
અવલોકન ગમ્યું.
————-
સૌથી શ્રેષ્ઠ કેમેરા કયો?
કોઈ ન બનાવી શકે તેવો …. આંખ !
અવલોકનકારનું ઓજાર.
અરે દાદા,
હજૂ તો નિશાળીયો છું ….. મોટી આંખે ઝીણું જોવાની તમારી આવડત સામે તો મારે હજુ બધું બહુ શીખવાનું બાકી છે.
પણ, હા ….. મોજ પડે છે એ વાત નક્કી !! મારી ભૂલ પડતી જણાય તો કાન જરૂર આમળજો.