મારી તૈયારી

‘જીવનમાં કોંકને કોઇ રીતે કામ આવવું જોઇએ’ એવી વણમાગી સલાહ આપનારાઓ અત્યાર સુધીમાં બધા બહુ મળ્યા છે.

‘જીવનમાં કોંકને મદદરૂપ ના થવાય તો કંઇ નહી, પણ અડચણરૂપ તો નહિ જ થવું’ એવું કહેનારાઓ પણ બધા બહુ મળ્યા છે.

પણ,

જીવનમાં કોને, કેવી રીતે કામ આવવુંનો સવાલ લાંબા સમયથી ઘુંટાયા કરતો હતો… ઉત્તર મળતો ન હતો.

મંથનનું કેન્દ્ર બિન્દુ – કોને કેવી મદદની જરૂર હોઇ શકે જે મારાથી આપી શકાય ?  જેવો વિચાર બન્યો.

‘મદદ’ શબ્દ પ્રત્યે મને પહેલેથી જ ઘૃણા છે.

મને ‘મદદ’ આપવી કે લેવી, જરાય ગમતી નથી… અરે, આપતો કે લેતો જ નથી.

પરંતુ, સહયોગ, સહકાર, સહવાસ, સંપર્ક, સંપત્તિ, સમય, શક્તિ … પરસ્પરનું આત્મસન્માન જાળવીને  જરૂરીઆત પ્રમાણે આપી અને લઇ શકાય એમ લાગવાથી ત્રણ સવાલ થયા કે,

સવાલ ૧.   હું શું આપી શકું ?

જવાબ – મારું જીવનલક્ષ્ય તૈયાર થઇ ગયું.

સવાલ ૨.   એ માટે હું શું કરી શકું ?

જવાબ –  મારી આવડત અને જાણકારી અમલમાં લેવાના કામની યાદી બની ગઇ.

સવાલ ૩.   કેવી રીતે કોકને કામ લાગી શકાશે ?

જવાબ – મારી યોજના તૈયાર થઇ.

આ મંથન પ્રક્રિયાનું પરિણામ આ તસવીરોમાં જડી દીધું ..

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to મારી તૈયારી

 1. Jay કહે છે:

  ફરી એક વાર તમારું લખાણ તમારા જ્ઞાનસભર બ્લોગ તરફ ખેચી ગયું….
  આ સાથે તમારો મારીસાથે થયેલો એક સંવાદ યાદ આવી ગયો.
  તમે કહ્યું હતું ત્યારે: “દિલથી જીવતો હોઉ એમ લાગે છે.
  દિમાગને તો આમેય ભારતમાં વાપરવાની હવે જરૂર જણાતી નથી. અને “વિઠ્ઠલભાઇ ઝવેરીની ફિલ્મ બાદ તે સમયમાં ‘મહાત્મા‘ પરિક્ષા પણ લેવાતી … અમારી શાળામાંથી હું તેમાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયાનું સાંભરે છે”

  દિલથી જીવાયેલું જીવન એટલે પ્રેરણાની અમી-પરબ બની જાય છે…અંતરના ઊંડાણમાંથી સનાતન ઝરતું પ્રેમસભર જ્ઞાનઝરણું.. ‘
  મહાત્મા’ પરિક્ષા વિસ્શે વધું જાણવાનું મન થયું છે…જણાવશો તો ખુબ ગમશે..

  • જયભાઇ,
   મુંબઇ સર્વોદય મંડળ અને ગાંધી બુક સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંસ્થાઓની વિનંતીનુસાર યોજાતી ‘ગાંધી વિચાર પરિક્ષા’ અંગે વધુ માહિતી http://www.mkgandhi.org પર અબાઉટ અસ પેજ પર આપેલ GANDHI PEACE EXAM FOR SCHOOL & COLLEGE STUDENTS અને GANDHI PEACE EXAM FOR THE PRISONERS IN JAIL જોવાથી / સંપર્ક કરવાથી મળી રહેશે.

ટિપ્પણીઓ બંધ છે.