આજે, અત્યારે …

દિવસે દિવસે …
બપોરથી સાંજ થઇને રાત સુધીમાં …
મિત્રોના અપડેટની સંખ્યામાં ..
થઇ રહેલા ધરખમ વધારાને …

ધ્યાનપૂર્વક વાંચવાનું …
અને તેમને પ્રતિભાવ આપવાનું …
હવે અઘરું થતું જાય છે …
સારું છે કે લાઇકનું બટન ક્લિક કરી દેવાય છે …

સૌની સાથે રહેવા માટે …
સૌની સાથે શેર કરવા માટે …
વિડિયો, તસવીર મોકલવા …
કે બે ચાર લાઇનો લખવા માટે …

દિવસે દિવસે …
બપોરથી સાંજ થઇને રાત સુધીમાં …
થોડી મીનીટો તો મળી જ જાય છે …
તમારે માટે જીવતો છું ની સાબીતી આપવાસ્તો !!!

બાકીની વાત કરવા આવતીકાલની પ્રતિક્ષા …
બપોરની પ્રતિક્ષા …
સાંજની પ્રતિક્ષા …
રાતની પ્રતિક્ષા …

નિરંતર વહેતા સમયની સાથે …
ખળખળ વહેતી જીન્દગીની સાથે …
સંકોરાઇ જતા ખળભળાટ સાથે …
આજના ‘અનુભવ’ને આવતીકાલનું ‘સંસ્મરણ’ બનાવી …

સૌની સાથે રહેવા માટે …
સૌની સાથે શેર કરવા માટે …
વિડિયો, તસવીર મોકલવા …
કે બે ચાર લાઇનો લખવા માટે …

બોલો, ‘આજની નવીનતા શું છે ?’
નો જવાબ આપવા …
ગઇકાલની વાત આજે કે પછી
આવતીકાલની વાત આજે ?

બસ, એ જ કે,
આજે, અત્યારે હું …
તમારે માટે જીવતો છું !!!

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Responses to આજે, અત્યારે …

ટિપ્પણીઓ બંધ છે.