ખબર

ખબર તો હતી કે થંડી બાદ ગરમી આવશે,
પણ એ ખબર નહોતી કે ગરમી આટલી જલદી આવશે,

ખબર તો હતી કે આવક બાદ જાવક થશે,
પણ એ ખબર નહોતી કે જાવક આટલી જલદી થશે,

ખબર તો હતી કે ભરતી બાદ ઓટ આવશે,
પણ એ ખબર નહોતી કે ઓટ આટલી જલદી આવશે,

ખબર તો હતી કે લખ્યા બાદ ભુંસવાનું આવશે,
પણ એ ખબર નહોતી કે આટલું જલદી ભુંસવું પડશે,

ખબર તો હતી કે સથવારા બાદ એકલતા આવશે,
પણ એ ખબર નહોતી કે એકલતા આટલી જલદી આવશે,

ખબર તો હતી કે મિલન બાદ વિરહ આવશે,
પણ એ ખબર નહોતી કે વિરહ આટલો જલદી આવશે,

ખબર તો હતી કે જન્મ બાદ મૃત્યુ આવશે,
પણ એ ખબર નહોતી કે મૃત્યુ આટલું જલદી આવશે,

ખબર તો હતી કે મૃત્યુ બાદ મોક્ષ થશે,
પણ એ મૃત્યુ બાદ પુન:જન્મ થયો.

ખબર તો હતી કે માણસ બનીને જીવવાનું ભુલાઇ ગયું હતું,
હવે ખબર પડી કે,

ફરી પાછો માણસ બનીને કેમ જન્મ્યો ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.