ગડમથલ

ગડમથલ તો એવી હતી કે,
લગ્ન કરું કે ના કરું ?

ગડમથલ તો એવી હતી કે,
સાદગી થી કરું કે ઝાકઝમાળથી કરું ?

ગડમથલ તો એવી હતી કે,
સગાને બોલાવું કે વહાલાઓને જ બોલાવું ?

ગડમથલ તો એવી હતી કે,
હનીમૂન પર જવું કે ના જવું ?

ગડમથલ તો એવી હતી કે,
કેરીયર લાંબી કરવી કે કુંઠુંબ વિસ્તારવું ?

ગડમથલ તો એવી હતી કે,
વધેલી ફરજ અને જવાબદારી કેવી રીતે નિભાવું ?

ગડમથલ તો એવી હતી કે,
ખોટાઓની વચ્ચે સાચો થઇને કેવી રીતે રહું ?

ગડમથલ તો એવી હતી કે,
સમયની સાથે જાતને ‘નવો’ કેવી રીતે કરતો રહું ?

ગડમથલ તો એવી હતી કે,
રીયલ લાઇફમાં વર્ચ્યુઅલ લાઇફનો પ્રભાવ કેવી રીતે અંકુશમાં રાખું?

ગડમથલ તો એવી હતી કે,
શ્વેત અને શ્યામ – કોને પસંદ કરું ?

ગડમથલ તો એવી હતી કે,
ગડમથલ વગર જીવી શકાશે કે કેમ ?

એટલે જ
ગડમથલ હવે એવી છે કે,
ગડમથલ સાથે દોસ્તી કેવી રીતે કરી લઉ ?

… તમારે માટે તો કોઇ ગડમથલ ઉભી નથી થઇને ???

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to ગડમથલ

  1. Atul Jani (Agantuk) કહે છે:

    તમતમારે આરામથી ગડમથલમાં જીવો 🙂
    અમને હવે ગડમથલ વગર જીવતા આવડવા લાગ્યું છે 🙂

ટિપ્પણીઓ બંધ છે.