હવે સહેલું લાગે છે …

હવે સહેલું લાગે છે …

ઇન્ટરનેટની દુનિયામાં લોકોને મળવું, હવે સહેલું લાગે છે.

કોપ્મ્યુટરના માઉસ અને કીબોર્ડ વડે મોનીટર પર વિશ્વસફરે નિકળવું, હવે સહેલું લાગે છે.

કેટલીક ક્ષણો પહેલા જ બનેલી ઘટનાના સમાચાર તસવીરો સાથે મેળવવાનું, હવે સહેલું લાગે છે.

જેની સાથે કોઇ લેવા દેવા નથી તેમની સાથે સંબંધ બાંધવાનું, હવે સહેલું લાગે છે.

પોતાનાઓને પરબીડીયામાં સમાચાર મોકલવાને બદલે હવે ઇમેઇલ કરવાનું, હવે સહેલું લાગે છે.

રડતા ચહેરાને છુપાવી દેવાનું, હવે સહેલું લાગે છે.

ઢગલાબંધ લોકોની વચ્ચે પણ એકલતાને માણી લેવાનું, હવે સહેલું લાગે છે.

લખતો હતો ત્યારે અધવચ્ચે તૃપ્તિએ અટકાવ્યો,

એની સાથે સાંજે ટહેલવા જવાનું હવે સહેલું લાગે છે !!!

પાછા આવી બંધ બારી ખોલી નવા વિચાર લખવાનું, હવે સહેલું લાગે છે.

ફેસબુક પર વિચારોના છીછરા વહેણમાં ઉંડી ડૂબકી લગાવવાનું, હવે સહેલું લાગે છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.