એક સાંજે કે દરેક સાંજે,
સૂર્યને જતી વખતે કેવા વિચાર આવતા હશે ?
અહિથી જતો સૂર્ય ક્યાંક તો આવતો જ હોય – વિજ્ઞાન કહે છે.
ક્યાંકથી જતો સૂર્ય અહિ આવી પહોંચે છે. – વિજ્ઞાન કહે છે.
ઉજાસ લઇને,
ઉર્જા સાથે,
બરાબર બાર કલાક સુધી સાથે ને સાથે,
બપોરે તો સાવ માથા પર,
પછી,
એક સાંજે કે દરેક સાંજે,
સૂર્યને જતી વખતે કેવા વિચાર આવતા હશે ?
હું તો આપી ગયો, ઉજાસ, ઉર્જા અને ઉષ્મા.
તેં લીધા ખરા ?