ઘણા સમયથી નારેશ્વર જવાની ઇચ્છા હતી. અમદાવાદના મિત્ર માર્કન્ડભાઇએ પણ ચાણોદનું નિમંત્રણ આપી રાખ્યું હતું. ભરૂચ એક સ્નેહીના પુત્રના લગ્ન પ્રસંગ સાથે આ પ્રવાસનું આયોજન કરી જ નાખ્યું.
28.11.2011 થી 01.12.2011 દરમ્યાન વલસાડ થી ભરૂચ, કરજણ, સાધલી, સેગવા, પોયચાપૂલ થઇને ચાણોદ પહોંચ્યા. ચાણોદથી કુરાલી થઇને નારેશ્વર અને ત્યાંથી પાલેજ સુધી આવીને એક્ષપ્રેસ હાઇવે દ્વારા વલસાડ.
Dist (Kms) | Place |
0 | Palej Flyover નીચેથી નારેશ્વર જઇ શકાય. |
2 | CNG Station |
3 | Hotel Sindbad |
2 | Dethan |
5 | TollPlaza – 70/- કરજણ સુધીનું ફક્ત 7 કિમી અંતર કાપવા માટે આપવા પડયા. |
1 | Hotel Nandini |
4 | Karjan Flyover નીચેથી ચાણોદ તરફ જવા જમણે વળવું. |
7 | Kurali થી નારેશ્વર જઇ શકાય. |
5 | Sadhali – Railway Crossing |
2 | Vemar |
1 | Kothav |
2 | Utaraj |
6 | Avakhal |
4 | Malpur |
3 | Segva Junction |
0 | Pramukh Hotel |
6 | Bithali |
3 | PoichaBridge |
0 | Badrikashram-Left turn for Chandod |
5 | Chandod |
37 | Kurali – Turn left for Nareshwar |
6 | Methi |
2 | Simli |
4 | Deroli |
3 | Harjipura |
4 | Nareshwar |
1 | Nareshvar Rly Crossing |
5 | Radod |
6 | Pachiyapura |
3 | Saring |
6 | Palej Express Way |
રસ્તે લીધેલી તસવીરો જ મારી વાત કરશે એવું માનું છું.
નારેશ્વરના પ્રવાસ દરમ્યાન રસ્તાઓ, વળાંકો, ત્રીભેટે કે ચાર રસ્તે સાચી દિશા … પકડી રાખવાની ય મોજ હોય છે એવી અનુભૂતી થઇ.
સરળતાથી નારેશ્વર પહોંચવા … રેલ્વે માર્ગે પાલેજ આવીને રૂ.15 પ્રતિ સવારી લેખે નારેશ્વર સુધી 35 મીનીટનો છકડા પ્રવાસ કરવો.
રાજયના મોટા ભાગના શહેરથી નારેશ્વર સુધી જીએસઆરટીસીની સીધી બસ સેવાઓ પણ ઉપલબ્ધ છે.
વડોદરા અને ભરૂચથી નીયમીત સમયાંતરે બસ સેવા ઉપલબ્ધ છે.
બે વ્યક્તિઓ માટે રાત્રી રોકાણ ‘રંગઆશિષ’ માં 24 કલાક માટે ફક્ત રૂ. 100. ભોજન વ્યવસ્થા પણ સારી.
દર્શન બપોરે 12 થી 2.30 દરમ્યાન બંધ રહે છે.
આરતીનો સમય સવારે 5.30 અને સાંજે 7.30 નો હોય છે.
રંગ અવધૂત