આજે બપોરે,
ડાબે પડખે,
વામકૂક્ષી લીધી
ત્યારે
કયારે ઉંધા પડખે
ઉંઘી ગયો તે ખબર ના પડી.
પણ,
અચાનક,
હ્રદયના ધબકારા સંભળાવા લાગ્યા,
ફેફસામાં જતી હવાની થંડક
અને આવતી હવાની ગરમી
નાકને ટેરવે અનુભવી રહ્યો,
કાંડા પાસે નાડના ધબકારા ય તાલ મીલાવી રહ્યા.
એટલી ખબર પડી કે
વાહીનીઓમાં રક્તભ્રમણ થઇ રહ્યું છે,
ઇશ્વરે આપેલ શરીર
આરામ કરતું હતું અને મારું ચિત્ત …. ખબર નથી.