સવાલ એ છે કે, ઇશ્વર ક્યાં છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એની બનાવેલી સૃષ્ટીને જૂએ છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા જીવોને જૂએ છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓને જૂએ છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓને સાંભળે છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓ માટે કંઇ કરવા માંગે છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓ માટે હવે કંઇ કરવા માંગે છે ?
સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓ માટે હવે પછી ક્યારેય કંઇ કરવા માંગે છે ?
સવાલ એ છે કે, ઇશ્વર શા માટે સૂકા ભેગું લીલું બાળે છે ?
સવાલ એ છે કે, ઇશ્વર શા માટે ધીરજની કસોટી કરે છે ?
સવાલ એ છે કે, ઇશ્વરે શા માટે જીવનની ભેટ આપી છે ?
સવાલ એ છે કે, ઇશ્વર શા માટે મૃત્યુથી ભયભીત રાખે છે ?
સવાલ એ છે કે, ઇશ્વર શા માટે માનવીને સવાલ પૂછતો નથી ?