શું કરશો ? કહેવાવાળા તો બધા બહુ મળ્યા અને કહેવા લાગ્યા કે ….
1. ખુદ પર ભરોસો રાખો.
2. આત્મવિશ્વાસ કેળવો.
3. આવડત વિકસાવો.
4. અનુકરણ ના કરો.
5. નિખાલસ રહો.
પછી સમજાવવા માંડયા કે આ શા માટે કરવું જોઇએ ? લાભાલાભ ગણાવવા માંડયા.
પણ મને સવાલ એ સતાવે છે કે ….
1. ખુદ પર ભરોસો કેવીરીતે રખાય ?
2. આત્મવિશ્વાસ કેવીરીતે કેળવાય ?
3. આવડત કેવીરીતે વિકસાવાય ? ( એકનું એક કામ વારંવાર કરીને ? )
4. અનુકરણ કરવાથી જાતને દૂર કેવી રીતે રખાય ? ( મેં તો સાંભળ્યું છે કે, નકલ કરતાં અકલ આવી જ જાય ! )
5. નિખાલસ કેવીરીતે રહેવાય ?
છે કોઇ સજેશન ???
સૌથી મોટી મગજમારી જ એ છે કે,
… સૌને જવાબ જોઇએ છે
… સૌને ઉકેલ જોઇએ છે
… નવરાશની પળ પળ ફેસબુક પર ‘વપરાય’ છે ને ‘વેડફાઇ’ જાય છે તેવું સમજનારાઓ પાસેથી પણ જાણવા જેવું અને જાણવા જેટલું તો મળી જ રહે
… પણ મૂળ સવાલ તો અકબંધ જ છે કે, ‘કેવી રીતે’ ?
… કાળા વિશાળ આકાશમાં ય ધ્યાન નાનકડો ચળકતો ચંદ્ર જ આકર્ષિત કરે તો ધોળા દૂધથી ભરેલા વાસણમાં પડેલી કે તરતી કાળી માખી જ ધ્યાન ખેંચે છે.
… કાળા આસમાનમાં ચળકતો ચાંદ જોવો કે દૂધમાં પડેલી માખી ?
…વાત પ્રમાણની હોત તો ધ્યાન આકાશ કે દૂધ પર જાત પણ
… ધ્યાન નાનકડો ચંદ્ર અને નાનકડી માખી ખેંચે છે.
સવાલ હજુ પણ તે જ છે … ‘કેવી રીતે’ ?
વાત જાતને નહિ ….. ‘મન’ને … ‘દિમાગ’ને … ‘દિલને’ તાલિમ આપવાની છે, તો પછી …
લખી નાખોને … નીચે કોમેન્ટમાં, મારી સાથે સાથે કદાચ કોક અન્યને ય કામ લાગશે !!