મને તો એજ સમજાતું નથી કે
મનુષ્ય શા માટે ઇશ્વર પાસે યાચક બનીને ઉભો રહી જાય ?
…. જીવનની પ્રત્યેક પરિસ્થિતી ઇશ્વરે તેના માટે જ નિર્માણ કરી છે
… સુખ કે દુ:ખની અનુભૂતિ કરાવવા
…આનંદ કે શોકની અનુભૂતિ કરાવવા
… વિજય કે પરાજયની અનુભૂતિ કરાવવા
… તો તેની સામે સગવડીયું વલણ અપનાવવાને બદલે સ્થિતપ્રજ્ઞતા મેળવવા પ્રાર્થના જ એક માત્ર રસ્તો છે
… કંઇક માંગવા માટે નહિ પણ આવી( એવી કપરી) પરિસ્થિતીનો અનુભવ કરાવવા બદલ આભાર માનવા !!!
… હું પ્રાર્થના ઇશ્વરને થેન્કયુ કહેવા કરતો હોઉ છું.
… કારણકે, અંતરના ઉંડાણમાં ઉતરીને એવું જ લાગ્યું છે કે,
તેણે મને મારી લાયકાત કે યોગ્યતા કરતાં કંઇક અનેક ગણું વધારે જ આપ્યું છે.
મારી પ્રાર્થના પણ આપની સાથે સમાનતા ધરાવે છે.
પ્રભુનો પાડ માનું કે આ ધરતી પર તમારા અને મારામાં આટલી સામ્યતા તો આપી.