મને અચરજ થયું.
હા, મને આશ્ચર્ય થયું.
વાત જાણે એમ બની કે સોમવારે હું વલસાડથી ગુજરાત એક્ષપ્રેસ દ્વારા જનરલ કોચમાં મુંબઇ જવા નીકળ્યો. ચોથી સીટ પર બેસવાની જગ્યા મળી ગઇ. વાપી આવતા સુધીમાં બરાબર ગોઠવાઇ જવાની ધારણા રાખી હતી.
લાંબા અંતરની મુસાફરી કરીને આવી રહેલા બારી પાસે બેઠેલા મુસાફરોના શરીર અકડાયા હશે એવું તેમની અકળાઇ રહેલી આંખ કહી રહી હતી. રેલ્વે પોલિસ તરફથી ટ્રેઇનમાં વેપલો કરવા પર પાબંધી હોવા છતાં ફેરિયાઓ પોતપોતાની રીતે વડાપાઉ, ખારીશિંગ, ચા, તાડગોળા, ચીકુ, સંતરા, પાણીની બોટલ, થંડા પીણા, ઇડલી, મેદુવડા, થેપલા ચટની, મોગરાની વેણી, કીચેઇન, રમકડાં …. વેચવાનો ગળાફાડ પ્રયત્ન કરી રહ્યા હતા.
મોંઘવારી વેચનારને અને ખરીદનારને બંન્નેને નડતી હતી.
મધ્યમ વર્ગનો ગ્રાહક ગરીબવર્ગના શ્રમજીવી ફેરીયા પર પોતે કેટલી મહેનતથી પૈસા કમાયો છે નું પ્રવચન આપતો જણાય તો વછી સામેથી
ફેરિયો કેટલી અગવડનો, પોલિસની સતામણીનો, અવરોધનો સામનો કરીને સેવા આપી રહ્યો છે નું જ્ઞાનદાન કરાવે …. થોડી ગરમાગરમી .. થોડી નરમા નરમી … સરવાળે .. બન્ને જણ મને કે કમને વસ્તુ/ખાદ્ય પદાર્થ અને નાણાની લેવડદેવડ જરૂરીયાત પ્રમાણે કરી લે … અને આ સંવાદ છેવટે સરકારે ઉભી કરેલી આવી પરિસ્થિતી પર ગાળ ભાંડવા પર આવી જાય.
ટેલિવિઝન, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, શિક્ષણ, રમતગમત જેવા ગહન વિષયો પર …. પોતપોતાની રીતે જ્ઞાનગંગા વહેવડાવે.
શિક્ષિત અને સંપન્ન જણાતા એક દંપતિના ખોળામાં એમનું બાળક સૂતુ હતું. બાળકના પગમાં તેના પગરખા પહેરાવેલા હતા. પગરખાને તળીયે છુંદાઇ ગયેલું કેળું ચોટયું હતું.બાજુમાં બેઠેલ મુસાફરના કપડા એથી બગડવાની શક્યતા જણાઇ રહી હતી.
મને અચરજ થયું.
હા, મને આશ્ચર્ય થયું.
ખોળામાં સુતેલ બાળકના પગરખાં પહેરાવી રાખવાનું કારણ શું ?
દેખીતી રીતે ગંદા થયેલા પગરખાને ખંખેરીને સાફ કરવા બાબતે ધણી કે ધણિયાણીનું ધ્યાન કેમ ન ગયું?
બાજુમાં બેઠેલ મુસાફર પોતાના કપડા બગડે નહિ તે બાબતે સંકોચાઇને ચૂપચાપ બેઠો હતો .. તેણે કેમ પેલા ધણી કે ધણિયાણીનું ધ્યાન ના ખેંચ્યું ?
….. એકાદ કલાક પછી …..
બાળક જાગી ગયું. બાળકે પાણી માગ્યું. મમ્મીએ પાણીની બોતલ ખોલીને આપી. બાળકે બોતલ મોઢે માંડી. સારું એવું પાણી ઢોળાયું. ફર્શ ભીની થઇ. છુંદાયેલું કેળું હવે તેના પગરખાથી ફર્શ પર પાણી સાથે ફેલાયું.સીટની નીચે મૂકેલ અન્ય મુસાફરોનો સામાન બગડયો. મમ્મીએ બાળકના હાથમાંથી બોટલ પાછી લેવા હાથ લંબાવ્યો … બાળકે બોટલ મોઢે લગાડી … પાણી ગળે ઉતરતું હતું એના કરતાં વધારે બહાર ગાલ અને દાઢી પર થઇને નીચે ઢોળાતું હતું … મમ્મીએ બાળકના હાથમાંથી બોટલ ખેચી … બાળકનું મો રડમસ થયું …મમ્મીએ એક ધોલ ચડાવી … બાળકે પોક મૂકી … પપ્પા બાળકની મમ્મીને ખીજાયા… બાળકને પોતાના ખોળામાં લીધું…. લાડ લડાવવા માંડયા….
મમ્મી ઉંઘી ગઇ … આજુબાજુના પેસેન્જરોએ જોયા કર્યું.
મને અચરજ થયું.
હા, મને આશ્ચર્ય થયું.
કોઇએ કોઇને સોરી ના કહ્યું …. કોઇએ કોઇને થેન્ક્યુ ના કહ્યું …. કોઇએ કોઇને કશુંય ના કહ્યું.
Gandki wali kai bala chhe ? khas to bhartiyo mate ! pachhi bahar na desho na wakhaan karishu to kaheshe MERA BHARAT MAHAN ! Pic. ma valsaad nu railway staion joi ne naatal ni bhet mali gai !!!!!!!!
વાત મમ્મી અને બાળકના જુતામાં ચોટેલા કેળાની સ્પષ્ટ દર્શાવે છે કે, ગંદકી હાડોહડ પસંદ છે જેમ કે ભૂંડ ! ગંદકી કોને કહેવાય તેવી કોઈ સમજ મોટા ભાગના લોકોમાં અસ્તિત્વ ધરાવતી જણાતી નથી ! અને કદાચ એટલે જ સાધુ-સંતો-મહંતો-ગુરૂઓ કે રાજકારણીઓ ગંદી નીતિઓ અપનાવી લોકોને સફળતા પૂર્વક ઉલ્લુ બનાવી શકતા જણાય છે !
મુસાફર અને બ્લોગર વચ્ચે આ જ તો તફાવ્ત છે. મુસાફર ચુપ ચાપ મુસાફરી કરીને ગંતવ્ય સ્થાન આવે એટલે ચાલતી પકડે છે. બ્લોગર કોઈએ કશું ન કહ્યું તે પણ બ્લોગ પર કહ્યાં વગર રહી નથી શકતો ! 🙂
સુરેશભાઇના ‘અવલોકન’ પરથી પ્રેરીત થઇને પા પા પગલી માડી રહ્યો છું.