અખિલ :
બાળકોમાં સંસ્કાર સંચન કરતી વખતે …. તેમને ભણાવવામાં આવતા પાઠનું વાસ્તવિક જીવન સાથે જોડાણ કરી આપવું અનિવાર્ય છે. આપણે માતા–પિતા કદાચ એમ નહોતા કરી શક્યા, પણ આપણાથી એમાં ચૂક થવી ના જોઇએ.
દિકરીઓ …. ચારણકન્યા જેવી નિડર, નિર્ભય હશે તો એમના સંતાન શિવાજી, રાણા પ્રતાપ, અભિમન્યુ કે અર્જૂન જેવા પરાક્રમી બનશે …
પણ તેમના માટે ‘વર’ શોધવાનું કામ કળિયુગમાં એટલું જ જટીલ રહેવાનું એ યાદ રહે !!!
વર્ષા :
ઉપરની બધી વાત વાંચી ને વાત કરવા નું મન થયું ,આજે પણ ઘર ઘર માં એવી કન્યા અને સ્ત્રીઓ છે જ પરંતુ દુખ ની વાત છે ઘરમાં એના પર વીતે છે એ બાર નથી પડતું ઈ ગીર કન્યા થી ઓછું નથી લડતી, એમાં જ એની જીંદગી ખતમ થઇ જાય છે ઘર માં જ સિંહ અને વરુ બેઠા છે ત્રણ ઘર માંથી એક ઘર ની આ નરી વાસ્તવિકતા છે!!!!!!પેલા આ ખતમ કરવું પડશે..
અખિલ :
હા … બહેન .. ફેસબુક પર ફક્ત વાતો કરવાથી કંઇ વળવાનું નથી ….. વિચારોને અમલમાં તો લાવવા જ પડે.
સામાન્ય રીતે સાંભળતા રહ્યા છીએ કે નારી એટલે .. અબળા .. લાચાર … મહિલા અને એને હેરાન પરેશાન કરનારા પુરૂષો એટલે મવાલી .. ગુંડા … જંગલી .. હેવાન !!
તટસ્થ રીતે વિચારીએ અને સુક્ષ્મ નજરે આપણી આજુબાજુના સમાજને જોઇએ તો કટલાક પુરૂષો પણ નિર્બળ .. લાચાર … પીડાયેલા જોવા મળશે જેમનું શોષણ મવાલી .. ગુંડા … જંગલી .. હેવાનના લક્ષણ ધરાવતી નારી કરતી હોય છે.
આ ૨૧મી સદી અને કળીયુગ છે.
હવે સત્યવાન અને સાવિત્રીની વાત બંધબેસે એવી નથી રહી.
એટલે …. પ્રત્યેક વ્યક્તિનું સ્વતંત્ર મહાભારત ચાલે છે.
સૌને કૌરવો મળ્યા છે. સૌ શ્રીકૃષ્ણના આવવાની રાહ જોતા હોય
… તો કદાચ શ્રીકૃષ્ણ પણ ડરપોક અને નિસ્તેજ થવા માંડેલી પ્રજામાં અર્જૂનને શોધી રહ્યા હોય.
આપણું શરીર નર કે નારીનું હોવા સાથે આપણા ‘અર્જૂન’ હોવાને કોઇ સંબંધ હોય એમ મને નથી લાગતુ.
એટલે … નિર્ભય અને નિડર વ્યક્તિ …. જ શ્રીકૃષ્ણની પસંદગી પામી શકે અને પોતાનું મહાભારત જીતી શકે.
…. શકુનિ જેવી સાસુ કે નણંદ હોઇ શકે (ટીવી પર આવતી સીરીયલોમાં તો જોઇએ જ છીએને ? )
તો દુ:શાસન જેવા પાત્રો પણ નારી સ્વરૂપે આજુબાજુ મળી જ રહેતા હોય છે.
…. મને લાગે છે કે,
હવે નર અને નારીના વાડામાંથી માનવ બનીને દાનવ વૃત્તિ રાખનારાઅ નર કે નારી બન્નેનો સફાયો કરવો અનિવાર્ય છે.
સાચી વાત કરી અખિલ ભાઈ…જો આત્મ સન્માન જાળવું જ હોય તો એક ઘા ને બે કટકા કરવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી….હું આપદા જ વર્ગ ની શિક્ષિત બહે નો ને ઓળખું છું જે લપડાક ખાઈ ને ગાલ લાલ રાખે છે…હવે તમારી કહેલી વાત માં દરેક માં બાપ જો ખરા અર્થ માં શિક્ષિત કરતા હોય છોકરીઓ ને તો આ પ્રશ્ન બહુ ઓછો નડે…પણ અહિયાં તો શરૂઆત થી જ ઘરમાં પણ છોકરી ના ઉછર થી લઇ ને ભણતર ની બાબત માં પક્ષપાત થતો હોય..અ અસર છોકરીઓ ના જીવન દરમયાન જોવા મળે છે..સહન કરવાનું નાનપણ થી કોઠે પડી ગયું હોય છે..!!! કઈ પણ હોય…અન્યાય સામે લડવું જ હોય તો દરેક પરિણામ ભોગવાની તૈયારી રાખવી પડે..આજે સ્ત્રીઓ ને એની ઓળખાણ એ ને જ આપવા ની છે !
આર્થિક રીતે અત્યંત નબળા અને અત્યંત અમીર વર્ગને આવી સમસ્યા નથી નડતી. અને તેમની સંગતમાં મધ્યમ વર્ગ પોતાની જીવનશૈલી પર પડતી અસરથી વંચીત કેવી રીતે રહે ? દેખાદેખી … પરંપરા … જડ રીત રીવાજ અને એવા તો બીજા ઘણા મુદ્દા એવા છે જે ચર્ચાના કેન્દ્રમાં રહેલી પરિસ્થિતીનું નિર્માણ કરતા રહે છે.
Charan kanya jewa thai to jaie…pan pachhi wagda ma rahewa ni taiyari rakhwi pade…hu warshabahen sathe sahamat chhu..Akhilbhai…bharat ma motta bhaag ni stree o nokri ke ke koi wyawsaay karti hoti nathi…ane pag bhar na howathi jo te ghar ma shastro ugame to…bichari ni a hade kha rab halat thhay chhe ke jiwan jer thai jaay ! a janoon ma aawi streeo koi pan paglu bhare a aakhre ane j mongu padtu hoy chhe…e anu jiwan barbaad thai jaay…aa kichad ma thi bahar niklwa mate nidar howu jaruri chhe j pan swawlambi thawu a pan bahu j jaruri chhe ! manas mate awi paristhiti aawe to a ano ukel pan yogya rite laawi dai shake chhe…karan tene akla rahewa ma ke aarthik rite bija koi prashno no saamno karwo padto nathi…mate streeo e jo aawa badhi samsya o no saamno karwo hashe to jo e aarthik rite swawlambi has he to a prshno ne charan kanya e jem sinh ne bhagadyo am a pan bhagadi shkshe!!!
સ્વાતીબહેન, માફ કરજો … અંગ્રેજી લીપીમાં ગુજરાતીમાં તમે લખેલ આ વિચાર સમજવાંમાં મારી કોઇ ભૂલ થતી હોય તો કારણકે ગુંગરેજી વાંચવામાં બહુ જ તકલીફ પડે છે. ( તમારું લખાણ ગુજરાતી લીપોમાં વાંચવા માટે .. http://www.google.com/transliterate આ લિન્કનો પ્રયોગ કર્યો છે જે દર વખતે કરવું કડાકૂટીયું છે )
— ચરણ કન્યા જેવા થાઈ તો જઈએ …પણ પછી વગડા માં રહેવા ની તૈયારી રાખવી પડે … હું વર્ષાબહેન સાથે સહમત છું ..અખિલભાઈ …ભારત માં મોટ્ટા ભાગ ની સ્ત્રી ઓ નોકરી કે કે કોઈ વ્યવસાય કરતી હોતી નથી …અને પગ ભાર ના હોવાથી જો તે ઘર માં શાસ્ત્રો ઉગામે તો …બિચારી ની અ હદે ખ રબ હાલત થ્હાય છે કે જીવન જેર થઇ જાય ! અ જનૂન માં આવી સ્ત્રીઓ કોઈ પણ પગલું ભારે અ આખરે અને જ મોન્ગું પડતું હોય છે …એ અનુ જીવન બરબાદ થઇ જાય …આ કીચડ માં થી બહાર નીકળવા માટે નીડર હોવું જરૂરી છે જ પણ સ્વાવલંબી થવું અ પણ બહુ જ જરૂરી છે ! માનસ માટે આવી પરિસ્થિતિ આવે તો અ અનો ઉકેલ પણ યોગ્ય રીતે લાવી દઈ શકે છે …કારણ તેને અકળા રહેવા માં કે આર્થિક રીતે બીજા કોઈ પ્રશ્નો નો સામનો કરવો પડતો નથી …માટે સ્ત્રીઓ એ જો આવા બધી સમસ્યા ઓ નો સામનો કરવો હશે તો જો એ આર્થિક રીતે સ્વાવલંબી હાસ હે તો અ પ્રશ્નો ને ચરણ કન્યા એ જેમ સિંહ ને ભગાડ્યો અમ અ પણ ભગાડી શકશે !!! —
.. મને લાગે છે કે ફૂક મારવી છે અને લોટ પણ ફાકવો છે ની વૃત્તી છોડીને જ જીન્દગીની લડાઇ જીતાય. … એક ઘા ને બે કટકા કરવા જેટલી હિંમત દાખવી ન શકનાર નર હોય કે નારી સદાય ગુલામીમાં આત્મસન્માનના ભોગે જીવતી લાશ બનીને જ શ્વાસ લઇ શકે. પીયરમાં લીધેલ શિક્ષણ સાસરીયામાં સ્વાવલંબી બનવા જરૂરી આત્મવિશ્વાસ કેળવી ના આપે તો એ શિક્ષણ શું કામનું ? માતાપિતાએ પીયરમાં એવી કેવી તાલિમ આપી કે ‘સ્ત્રીઓ નોકરી કે કોઈ વ્યવસાય કરતી હોતી નથી’ ની પરિસ્થિતી નિર્માણ થાય ? કોઇ પણ પગલાં ભરતા પહેલા જો મોંઘા સસ્તાનો વિચાર આવે તો જાણી લેવું કે લીધેલા નિર્ણયથી આવેલા ખોટા પરિણામ ભોગવવાની તૈયારી નથી. બાકી જીવનનું ફોકસ માત્ર આર્થિક સુરક્ષા પર રાખવાની ભૂલ અસંખ્ય લોકો કરતા હોય છે. .. અંગત, પારિવારીક, સામાજિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, આર્થિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક જરૂરીયાતો અને સમતોલ વિકાસ કરવા જરૂરી નિર્ણય લેવાની સમજ ભાગ્યે જ જોવા મળે છે. … મહિલાઓ આ બાબતે કદાચ થોડી વધારે પાછળ છે. માનસિકતા બદલવાની જરૂર વધારે છે. સચ્ચાઇને વાસ્તવિક દ્રષ્ટિકોણથી જોવાની, તપાસવાની અને સમજવાની જરૂર છે. ( ગુજરાતી લીપીમાં સરળતાથી લખવા માટે ફેસબુક પર કેટલીક લિન્ક મૂકી છે .. તે જોવા અહિ ક્લિક કરો ..http://www.facebook.com/photo.php?fbid=10150437600951472&set=a.413954761471.193976.701851471&type=1&theater )