જેમને હું જાણતો નહતો,
તેમને ઓળખવા કેવી રીતે ?
જેમને હું ઓળખતો નહતો,
તેમને જાણવા કેવી રીતે ?
હા,
તેમના જેવો જ હું હતો,
એટલું જાણતો હતો કે,
કે થોડું જાણતો હતો
કે થોડી ઓળખાણ હતી.
એવું પણ બને કે,
હું તેમના જેવો જ હતો,
તે મને જાણતા હતા
તે મને ઓળખતા હતા
પણ, હું તે જાણતો ન હતો
પરંતુ,
એટલું જાણતો હતો કે,
હું થોડું જાણતો હતો
અને થોડી ઓળખાણ પણ હતી.
પણ
એ જાણતો ન હતો કે
ઓળખાણ કેવી રીતે હતી ?
એમને ઓળખવા હવે શું જાણવું બાકી હતું,
એ જાણતો ન હતો !!