મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ દ્વારા શા માટે મોકલતા હશે ?
મને એ સમજ નથી પડતી કે મોંઘાદાટ મોબાઇલફોન વાપરનાર ફોનબુકનું મેનેજમેન્ટ કર્યા વગર અને પોતા પર આવતા ‘સુવિચારો’ના ઉકરડાને વિચાર્યા વગર ફોરવર્ડ શા માટે કરે છે ?
મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ દ્વારા મોકલતા પહેલા ‘મેળવનાર’ની મંજૂરી કેમ નથી મેળવતા ?
મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ ‘મેળવનાર’ની મંજૂરી વગર ગમ્મે તે સમયે શા માટે મોકલતા હશે ?
મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ ‘મેળવનાર’ની મંજૂરી વગર ગમ્મે તે સમયે મોકલનારને કોણ સમજાવશે કે સામાન્ય રીતે સવારે 9 થી સાંજે 5 દરમ્યાન આવા મેસેજ મોકલવા એ અશિસ્ત કહેવાય ?
……………………………………………..
કારણકે, સંભવ છે કે સંદેશ મેળવનાર …
મહત્વની મીટીંગમાં વ્યસ્ત હોય.
ભરચક રસ્તા પર વાહન ચલાવતા હોય.
જીવન નિર્વાહ માટે અનિવાર્ય એવા કાર્યમાં ગુંથાયેલા હોય.
………………………………………………
એટલું તો જાણી જ લેવું જોઇએ કે,
તે સાવ નવરાધૂપ તો નહિ જ હોય !
દરેક વ્યક્તિ પોતાને જરૂરી એવા સારા, સાચા, સાદા, સરળ, અપનાવી શકાય એવા સુવિચાર ગમ્મે ત્યાંથી મેળવી જ લેતા હોયછે.
અને છેલ્લે, ……………………………………
ફેસબુક પર આગલે દિવસે બધાએ મેળવેલા સંદેશાઓના ફરી પાછા ઢગલા થાય …
જૂનો સ્ટોક આપીને નવો સ્ટોક મેળવીને લોકો ફરી પાછા ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ દ્વારા શા માટે મોકલવાના કામમાં કેમ બીઝી થઇ જતા હશે ?