યુવાનીમાં જીવનની સંઘર્ષમય પરિસ્થિતીઓનો સામનો કરતી વખતે વ્યક્તિને કોઇ ગીત ગણગણવાનું મન થઇ આવે ત્યારે ઉદભવે છે ‘ગુંજન’.
જીવનના સંગીતને સ્વર, શબ્દો, સુર કે તાલ વગર સાંભળવાની ક્ષમતા મળે ત્યારે ઉદભવે છે ‘ગુંજન’.
જીવન પ્રત્યેની જવાબદારી કે ફરજો નીભાવતાં લાગણી અને સંવેદનામાં હ્રદય તરબતર થાય ત્યારે ઉદભવે છે ‘ગુંજન’.
પ્રકૃતિને ખોળે જઇને પ્રકૃતિમાં ઓગળવાની શરૂઆત થાય ત્યારે ઉદભવે છે ‘ગુંજન’.
ભીડભાડ અને હાડમારીના ઘોંઘાટ વચ્ચે જાતને સાંભળવાનો અવસર મળે ત્યારે ઉદભવે છે ‘ગુંજન’.
30 થી 50 વર્ષ વચ્ચે મળતા સમય, સંયોગ, સંબંધ અને સંપત્તિને સમજવાની ઇચ્છા થાય ત્યારે ઉદભવે છે ‘ગુંજન’.
20 મીનીટની આ વિડિયોમાં નથી કોઇ પાત્ર કે નથી કોઇ સુત્રધાર.
બસ, મારી અને તમારી આસપાસના વાતાવરણમાંથી જ પ્રેરીત થયેલી આ ફિલ્મ .. ગુંજન.