આત્મવિશ્વાસ એટલે શું ?
પોતાની જાણકારી અને અનુભવ પર રહેલો ભરોસો.
આત્મવિશ્વાસ કેવી રીતે વધે ?
1. ભયનો સામનો કરતાં શીખો.
2. એ કારણ જાણી લો કે તમને ભય કેમ લાગે છે.
3. ભયનો સામનો કરવા તૈયાર થઇ જાઓ.
4. એકાદ નિષ્ફળતાને કારણે તમે મૃત્યુ નથી પામવાના.
5. તમારી આવડત તથા કૌશલ્યને ઓળખો અને તેની સતત ધાર કાઢો.
6. ભૂતકાળમાં મેળવેલી સફળતા સંસ્મરણોમાં તાજી રાખો.
7. દરરોજ અરીસામાં જોઇને સ્મિત સાથે જાતનું અભિવાદન કરો.
8. તન્દુરસ્ત આરોગ્ય માટે આવશ્યક એવા જ આહારની ટેવ પાડો. કસરત કરો.
9. અજાણી પરિસ્થિતીઓમાં અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે જાતને લઇ જઇને તેમની સાથે સંવાદ કરવાની ટેવ પાડો.
10. તમે જેવા છો એવા જ પ્રસ્તુત થાઓ.
11. પ્રસંગ પ્રમાણે પહેરવેશ પહેરો.
12. લાગણી (આભાર કે દિલગીરી) વ્યક્ત કરવામાં વિલંબ કદી ન કરવો.
13. એવા લોકોના સંપર્કમાં રહો કે જેમનું વ્યક્તિત્વ તમને ગમતું હોય.
14. પ્રથમ હરોળમાં બેસનાર પ્રથમ પંક્તિના વ્યક્તિ બનો.
15. વિચારોને વ્યક્ત કરો.