સહેલા કામ તો સૌ કરે ….
…. અઘરા કરવાની મજા જરા જૂદી જ છે.
સવળે પાટે તો સૌ ચાલે….
…. અવળે રસ્તે દોડવાની મજા જરા જૂદી જ છે.
વાંચેલું વાંચીને તો સૌ વિચારે ….
…. વાંચ્યા વગર વિચારવાની મજા જરા જૂદી જ છે.
ઉછીના અનુભવે તો જાત્રા કે યાત્રા સૌ કરે ….
…. વગર અનુભવે અજાણ્યા પ્રદેશમાં ફરવાની મજા જરા જૂદી જ છે.
શીખેલા પાસે શીખીને વસ્તુ સાચવતાં તો સૌ જાણે ….
…. બગડેલી વસ્તુને શીખ્યા વગર સુધારવાની મજા જરા જૂદી જ છે.
દાળ, ભાત, શાકને રોટલી તો સૌ જમે ….
…. સાથે પાપડ, કચુંબર અને અથાણાની મજા જરા જૂદી જ છે.
શાળા કે કોલેજમાં જઇને તો ચાર દિવાલ વચ્ચે તો સૌ ભણે ….
…. નદી, સરોવર કે ખેતરમાં જઇને પર્યાવરણ જાણવાની મજા જરા જૂદી જ છે.
ડાહ્યાડમરા દિકરા કે દિકરી થઇને માતાપિતાની સેવા તો સૌ કરે ….
…. નટખટ કનૈયાની જેમ મા–બાપને નાકે દમ આણી દેવાની મજા જરા જૂદી જ છે.
પેમલાપેમલીના રોલમાં બગીચામાં બાંકડે બેસી વરસાદમાં તો સૌ પલળે ….
…. ઉનાળાની ભરબપોરે ‘એ’ને દરિયા કિનારે તપતી રેતમાં દોડાવવાની મજા જરા જૂદી જ છે.
મેળવેલી સફળતાઓની માંડીને વારતા તો સૌ કરે ….
…. થોડી નિષ્ફળતાઓની વાત કરીને કોકને સફળતા તરફ લઇ જવાની મજા જરા જૂદી જ છે.
moja e moja … 🙂