.
ખોવાયા છે ……
હિન્દી ફિલમની પોલિસ થોડો જ છું કે તેમને ટેબલના ખાનામાં શોધવાના ?
રોકડીયો સંબંધ રાખ્યો છે એટલે કાંઇ બેન્કની પાસબુકમાં શોધવાના ?
બોલવામાં તીખા ખરા તેથી કાંઇ મરચાનાં ઢગલામાં શોધવાના ?
માથે ધોળા વાળ ખરા તેથી કાંઇ રૂની ગંજીમાં શોધવાના ?
જૂની ફ્રેમના ચશ્મા પહેરે તેથી કાંઇ તારક મહેતાને ઘેર શોધવાના ?
કાયમ રહે તરોતાજા તેથી કાંઇ બગીચામાં શોધવાના ?
મનની મસ્તી રાખી જાણે તેથી કાંઇ યોગક્ષેત્રમાં શોધવાના ?
તનની તંદુરસ્તી સાચવી જાણે તેથી કાંઇ જીમનેશીયમમાં શોધવાના ?
નિવૃતીમાં ય આરામ માટે પ્રવૃતિ ખોળી કાઢે તેથી કાંઇ પલંગ પર શોધવાના ?
નવું નવું જાણવા સતત મથતા હોય તેથી કાંઇ સ્કૂલમાં શોધવાના ?
નવા નવા પ્રયોગ કરતા હોય તેથી કાંઇ પ્રયોગશાળામાં શોધવાના ?
ખાટલેથી પાટલે અને પાટલે થી ખાટલે કરે એટલે કાંઇ તેમની સાસરીમાં શોધવાના ?
જેમને માટે ચાહ હોય તેમને વારંવાર ચા જરૂર પીવરાવે તેથી કાંઇ રેકડી પર શોધવાના ?
એ કહે કે તેમની પાસે સમય પુષ્કળ છે તેથી કાંઇ ઘડિયાળમાં શોધવાના ?
હવે તો ખોવાયેલાઓને શોધવા ગુગલેય ઓછું પડે છે તેથી એમને ફેસબુક પર શોધવાના ?
હા, શોધી તો જુઓ .. ખોટા નામે, ખોટા ફોટે, ખોટી વોલ પર
કદાચ જે ખોવાયા છે તે મળી ય જાય !!!
fantabulous
વાહ, નવો શબ્દ મારા ભંડોળમાં ઉમેરી આપવા બદલ ધન્યવાદ.