બળાપો

અખબારોની કોલમ કે કટાર લખનારાઓને ય પેટ હોય છે.

કોલમ સે.મી. પ્રમાણે એમના પેકેજ દૈનિક, સાપ્તાહિક, પખવાડિક કે માસિક ધોરણે નક્કી થયેલા હોય.

જાતને સ્વરાજની ચોથી જાગીર કહેવડાવીને વર્તમાન પત્રકારો, ખબરપત્રીઓ કે અખબાર/ટીવી ચેનલ સંચાલકો રોજના 16 પાના ભરવાની વેતરણમાં હોય

કે ટીવી વાળા 24 કલાક દરમ્યાન દર 30 મીનીટમાં 100 ફટાફટ સમાચાર આપવાની સ્પર્ધામાં ઉતરતા હોય ત્યારે

…….. બ્રેકીંગ ન્યુઝ એવા પણ આવશે કે, अभी अभी राहुलने अपने दायने हाथका इस्तेमाल ….के लिये किया जीस पर दिग्गीकी प्रतिक्रिया

…….. કે પછી નવું નવું પીરસવાની લ્હાયમાં અખબારોના નામાંકિત કોલમીસ્ટો /કટારલેખકો ફેસબુકીયા અનામી લેખકો/કવિઓએ સર્જેલી કૃતિઓ ‘કોપી રાઇટ’ની ઐસી તૈસી કરી પોતાને નામે કરતાં થઇ જા તો નવાઇ ના પામતા !!!

…….. સૌને ચિંતા હોય પોતાની દુકાન ચલાવવાની.

જોતા રહો …. કોણ, …. કેવી …. કેવી રીતે ….. અને કોના ભોગે ચલાવે છે !!!

…. પત્રકારો , ન્યુઝ ચેનલો ને સણસણતા લાફા મારનાર જનતાની જરૂર છે.

….. દિવ્યભાસ્કાર શરૂ થયું ત્યારે બહુ બોલ્યું કે ‘તમારી મરજીનું અખબાર’ ….. દેખાય છે ક્યાંય તમારી મરજી ??

આજતક પર સીધીબાત માં પ્રભુ ચાવલાને સાંભળીને શું વિચારો છો ?

બરખા દત્તના ઇન્ટરવ્યુમાં છેવટે કન્લુઝન આવે છે ખરુ ?

ગણત્રીના 10 ઇન્ટરવ્યુઅર ….. ગણત્રીના 50 પેનાલીસ્ટો ….. અને જેનો તવો ગરમ હોય એવા કે થંડો પડી ગયો હો એવા રાજકારણી સીવાય કયા સમાચાર તમે જુઓ છો ?

મનોરંજનના નામે રીયાલીટી શોની સચ્ચાઇ તમે જાણો છો ?

121 કરોડ માંથી ટીવી વગરના લોકોને બાદ કરતાં સાલ્લાઓ સૌને ચૂનો ચોપડીને સમયની બરબાદી કરે છે એવું દરેક પાનને ગલ્લે બોલનારા લોકો તમને મળશે .. પણ પછી ??

બાકી આપણે જનતાએ મોજ કરવાની … થાય તો ..

….. નહિ તો અસહ્ય પરિસ્થિતીમાં ચૂપચાપ પીસાઇ જવાનુ ???

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.