05.02.2012
અમારી બાજુમાંથી પસાર થાતા યુગલામાંના પુરુષે
કીડીખાઉની
જેમ
લાંબી ….
જીભે
અમને ચાટી લીધા નખશિખ,
પછી
કૈંક
લોલુપ નજરે
જોઈ રહ્યો …
સુની તરફ
અમારી ત્રસ્ત
ને ક્રોધિત દ્રષ્ટિથી હતાશ
એની સાથે ચાલતી સ્ત્રી કટાક્ષમાં,
ને તિરસ્કૃત નજરે જોઈ રહી એને
નજરોથી
ફટકારતી
‘આ નહિ સુધરે’
ને
પત્ની તરફ ખંધા હાસ્યથી જાણે એ નફટાઈથી જવાબ આપી રહ્યો,
‘જોવામાં શું જાય છે?આંખો છે તો જોઉં તો ખરોને?
–જયશ્રી જોષી
આ કાવ્યને આધારે ફેસબુક પર ચાલેલી ચર્ચાના કેટલાક વિચાર મણકા.
Akhil Sutaria
હા …. સમાજમાં કાળુ અને ધોળુ બન્ને અસ્તિત્વમાં છે … હવે કોને ભાગે શું આવે છે તેને કરમકહાણી જ કહેવાય …… બાકી સુરતના એક કન્યા છાત્રાલય પાસેથી છોકરાઓને પસાર થવામાં પરસેવો પડી જાય એવું ય મેં જોયું છે !!!
આવી પરિસ્થિતિનો સામનો કરવા આત્મવિશ્વાસ જોઇએ … જો ડર ગયા સમજો મર ગયા !! …. કોઇ પણ એન્જીનીયરીંગ કોલેજના યુવાનો ઘણુંખરું વગોવાયેલા જ હોય … હું પણ એન્જીનીયરીંગ કોલેજમાં ભણ્યો છું …. 35 વર્ષ પહેલા અને આજે … આસમાન જમીનનો ફેર છે. અમને કહેવામાં આવતું … સુંદરતા પામતા પહેલા સુંદર બનો … અમે કહેતા જે સુંદર છે તેની સુંદરતા તો પહેલા જુઓ !!!! ખેર, આનંદની આગળ અમે ‘નિર્દોષ’નું વિશેષણ લગાડી શકતા હતા. માનવામાં કદાચ નહિ આવે પણ સત્ય છે .. કે ‘વગોવાયેલા’ વિદ્યાર્થીઓ હોવા છતાં ‘કામુકતા’ કે ‘લોલૂપતા’ જાણતા નહોતા.
Rita Thakkar
સીતા સાથે રાવણ,દ્રૌપદી સાથે દુર્યોધન તો રહેવાન જ…અને જો ના હોય તો આ અદભુત મહાકાવ્યો રચના જ કેવી રીતે થાત?….જયશ્રીબેને કહ્યા છે તે ૨૧મી સદીના રાવણ,દુર્યોધન,દુઃશાસન છે….હા સીતા ને દ્રૌપદી સુરતમા હશે કદાચ..(just kidding ….take it lighly..Akhil Sutariaji)
Akhil Sutaria
hahahahahahahahah ……..સીતા અને દ્રૌપદી સકળ વિશ્વમાં ચારેકોર જાતજાતના ભાતભાતના સ્વરૂપે રાવણ અને દુઃશાસનને આકર્ષિત કરતી જોવા મળે છે … ચિંતા એ વાતની છે કે રામ અને શ્રીકૃષ્ણ હવે દેખાતા નથી. કદાચ એમને પણ લાગતું હોય કે ….. છો ને કળીયુગમાં ય એક મહાકાવ્ય રચાઇ જાય !!! (રીટાબહેન, આમેય આકર્ષણના નિયમોની બહાર કોણ જઇ શક્યું છે ? ) (સ્વાતીબહેન, ગાડી મેઇન રોડ પર ટ્રાફિક જામ હોય ત્યારે ગલીગૂંચીમાંથી ય કાઢવી પડતી હોય છે. )
Swati Suthar
Akhilbhai…ahiya waat patni ni same j nirlajjata karwani chhe…! awa ravano samaj ma atla badha chhe….ke amni patni o ne jiwte jiw anu swamaan to thik…pan anu potana aatmsanmaan pan hari le chhe….aawa naradhamo ne amni nich kamukta ne koi pan rupala shbdo thi bachawi shakay nahi…..baki streeo ne khaber padti j hoy chhe ke kon ani sunadarata ne kewi rite jue chhe ? ane aa waat ketli dukhd chhe stree mate(ak patni mate)..a purush jyare ani dikri sathe aa bantu hoy tyare j baraber samji shake chhe…
Rita Thakkar
સ્વાતીબેન…આવા પુરુષો સમાજમા છે જ …પણ આવી સ્ત્રીઓનો પણ તોટો નથી…દા.ત.આમીરખાન ના નવા પત્ની કિરણ,,કરીના કપૂર્,,,શિલ્પાશેટ્ટી,,સાનીયા મિર્ઝા,આ બધુ ચાલતુ જ રહેવાનુ…બદલાવ શક્ય જ નથી..આપણે આપણો રસ્તો શોધતા શીખી જવુ પડે!!
Akhil Sutaria
સ્વાતીબહેન …. રાવણની મંદોદરી કે મંદોદરીનો રાવણ જેવો આ યક્ષ પ્રશ્ન છે. મને લાગે છે કે, પતિ પત્ની પાસે કે પત્ની પતિ પાસે જે અપેક્ષા રાખે અને જયારે તે ના સંતોષાય તો ત્યારે તેમાંથી આવી વૃત્તિનો ઉદય થાય. પુરુષની ભ્રમરવૃત્તિને ઉત્તેજના તો મેનકા જ આપેને ? તો સાથે સાથે અતિષય મર્યાદામાં રહેલી કે પરુષના સહવાસથી વંચિત એવી સ્ત્રીને ભમરા આકર્ષવાનું મન ના થાય ? રૂપજીવીનીઓ ગ્રાહકોને આકર્ષવા લોલૂપ નજરે કે ચેનચાળા નથી કરતી હોતી ? તમે આપણા સમાજના આવા વિસ્તારોમાં જવાનો વિચારેય ના કરી શકો એટલે કદાચ તમને સીક્કાની બીજી બાજૂ સમજવામાં કદાચ થોડી મુશ્કેલી પડે એ સમજી શકાય એમ છે. મારા માનવસંપર્ક અને જોયેલી પરિસ્થિતીઓમાં થયેલા સંવેદનશીલ અનૂભવને આધારે કહી શકું કે, સમાજમાં દૂધ અને પાણી છૂટા પાડી શકાય એમ નથી. સભ્યસમાજની અસભ્યતા ઢંકાયેલી રહે છે અને દેખીતી રીતે લાગતા અસભ્ય લોકોની સભ્યતા નજરે ચડતી નથી. પુરુષ હોય કે સ્ત્રી …. કામુકતા અને લોલૂપતા એ જીવવિજ્ઞાનના વિજાતિય આકર્ષણનું પરિણામ છે. ‘લગ્ન’ પહેલા અને પછી …. પત્ની સાથે કે પરસ્ત્રી સાથે …. પતિ સાથે કે પરપુરુષ સાથે … ઢંકાઇ સંતાઇને કે ઉઘાડે છોગે …. સ્વતંત્રતાને સ્વચ્છંદતા કહીએ કે સ્વચ્છંદતાને સ્વતંત્રતા ….. રીટાબહેને કહ્યું તેમ … આ બધુ ચાલતુ જ રહેવાનુ…બદલાવ શક્ય જ નથી..આપણે આપણો રસ્તો શોધતા શીખી જવુ પડે!!